• શનિવાર, 12 જુલાઈ, 2025

સચિને ઘંટ વગાડીને ત્રીજી ટેસ્ટ મેચનો આરંભ કરાવ્યો

લંડન, તા. 10 : લંડનના ઐતિહાસિક લોર્ડસ મેદાનની ખેલ જગતમાં ક્રિકેટના મક્કા તરીકે ગણના થાય છે. અહીં કોઇ પણ ટેસ્ટ મેચ શરૂ થવા પહેલાં ઘંટ વગાડવાની પરંપરા છે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી ટેસ્ટ  મેચની શરૂઆત  માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ઘંટ વગાડીને કરી હતી.  આ ઉપરાંત એમસીસી (મેરિલેબોન ક્રિકેટ કલબ) દ્વારા સચિનનું વિશેષ સન્માન કરાયું હતું. કલબના મ્યુઝિયમમાં સચિનનાં એક ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સચિનના 18 વર્ષ જૂના એક ફોટા પરથી દોરવામાં આવ્યું છે, જે જાણીતા ચિત્રકાર સ્ટૂઅર્ટ પિર્યસન રાઇટે બનાવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીને હવેથી તેંડુલકર-એન્ડરસન ટ્રોફી નામ આપવામાં આવ્યું છે.  દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરનું સ્ટુઅર્ટ પિયર્સન રાઈટે બનાવેલું ચિત્ર લોર્ડસના પ્રસિદ્ધ મૈરીલેબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) મ્યુઝિયમમાં લગાવાયું હતું. આ અવસર પર પ્રતિક્રિયા આપતાં સચિને કહ્યું હતું કે, મારા માટે આ મોટું સન્માન છે. એક મીડિયા હેવાલ મુજબ, ચિત્રકાર સ્ટુઅર્ટ પિયર્સને લગભગ 18 વર્ષ પહેલાં સચિનના ઘરે તેની આ તસવીર ક્લિક કરી હતી, જે ચાલુ વર્ષના અંત સુધી એમસીસી મ્યુઝિયમમાં રહેશે. 

Panchang

dd