• શનિવાર, 12 જુલાઈ, 2025

મનફરામાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ યુવાને જીવ દીધો

ગાંધીધામ, તા. 11 : ભચાઉ તાલુકાના મનફરા ગામે રહેનાર હર્ષદ કાંતિ દરજી (ઉ.વ. 26) નામના યુવાને ગળે ફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બીજીબાજુ મેઘપર બોરીચીની સોસાયટીમાં રહેનાર વિકાસ અશોક પરમાર (ઉ.વ. 32) નામના યુવાને જીવન ટૂંકાવી લીધું હતું. મનફરાના ગણેશનગર વિસ્તારમાં રહેનાર હર્ષદ દરજી નામના યુવાને ગઇકાલે સાંજે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન પોતાના ઘરે હતો. દરમ્યાન હિંચકાના હૂંકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. દરજીકામ કરનારા આ પરિણીત યુવાને કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે, તેની આગળની તપાસ ભચાઉના પી.એસ.આઇ. જે.જે. ત્રિવેદીએ હાથ ધરી છે. આપઘાતના વધુ એક બનાવ મેઘપર બોરીચીની સોસોયટીમાં બન્યો હતો. અહીં રહેનાર વિકાસ પરમાર નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ પોતાનું આયખું ટૂંકાવી લીધું હતું. આ યુવાને કેવા કારણે છેલ્લું પગલું ભર્યું હશે તે બહાર આવ્યું નથી, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd