• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સનો જાજરમાન આરંભ

નાગોયા, તા. 19 : જાપાનના નાગોયામાં શનિવારે 20મી એશિયન ગેમ્સનો મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે રંગારંગ અને હાઇ-ટેક ઉદ્ઘાટન સમારોહ સાથે સત્તાવાર પ્રારંભ થયો હતો. જાપાનના સમ્રાટ નારુહિતોએ મહારાણી માસાકો, શાહી પરિવારના સભ્યો, ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ શેખ જોઆન બિન હમદ અલ થાની અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ કર્સ્ટી કોવેન્ટ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ રમતોની શરૂઆતની ઘોષણા કરી હતી. ઓલિમ્પિકસમાં બે મેડલ જીતનારી સ્ટાર શૂટર મનુ ભાસ્કર અને ટોચના કબડ્ડી ખેલાડી પવન સહરાવતે ધ્વજવાહક દળનું નેતૃત્વ કર્યું હતું. આ સમારોહ બાદ ખેલાડીઓની પરેડ યોજાઈ હતી, જેમાં 45 દેશ અને ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાની રેફ્યુજી ટીમ એમ કુલ 46 ટુકડીએ ભાગ લીધો હતો. પરેડની શરૂઆત અફઘાનિસ્તાનની ટુકડીથી થઈ હતી. ચીને 800થી વધુ ખેલાડીના વિશાળ કાફલા સાથે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પેરિસ ઓલિમ્પિક 2024માં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચનાર શૂટર મનુ ભાકર અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ સ્ટાર કબડ્ડી ખેલાડી પવન સેહરાવતે પરેડમાં 503 ભારતીય ખેલાડીઓની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું અને શાનથી દેશનો તિરંગો લહેરાવ્યો હતો. આ બન્ને ધ્વજવાહક ખેલાડીએ પારંપરિક ઘેરા વાદળી (નેવી બ્લૂ) રંગનો પોશાક પહેર્યો હતો. ભારત આ વખતે 36 જેટલી રમતમાં પોતાનાં વિશાળ દળ સાથે મેદાનમાં ઉતર્યું છે, જેનો મુખ્ય લક્ષ્યાંક પોતાના અગાઉના તમામ રેકોર્ડ તોડવાનો છે. ઉલ્લેખનીય છે કે, ટેકનિકલ અને લોજિસ્ટિક કારણોસર (કિટ સમયસર ન મળવાને લીધે) શોર્ટ-પુટ ચેમ્પિયન તજિન્દરપાલ સિંહ તૂર સમયસર ન પહોંચી શકતાં છેલ્લી ઘડીએ પવન શેરાવતને ધ્વજવાહક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ વખતનો એશિયન ગેમ્સ મહાકુંભ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ચાલશે. નાગોયા શહેરનું મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ઉદ્ઘાટન અને સમાપન બન્ને સમારોહની ભવ્ય યજમાની કરી રહ્યું છે. આ વખતે એશિયન ગેમ્સમાં 45 દેશના અંદાજે 11,000 ખેલાડી અને ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાની રેફ્યુજી ટીમ ભાગ લઈ રહી છે. આ તમામ ખેલાડીઓ 43 અલગ-અલગ સ્પર્ધામાં 469 ગોલ્ડ મેડલ જીતવા માટે એકબીજાને આકરી ટક્કર આપશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd