• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

ભારતનો વિજયી પ્રારંભ, જાપાનની હાર

નવી દિલ્હી, તા. 19 : એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જાળવી રાખવાના પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી છે. નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી એકતરફી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતે યજમાન જાપાનને 8 વિકેટે કારમી હાર આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શ્રી ચરણીએ ચાર વિકેટ ખેરવી હતી, તો શેફાલીએ અણનમ 40 રન કર્યા હતા.ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બાલિંગ કરી હતી. ભારતીય બોલરોના ઘાતક આક્રમણ સામે જાપાનની ટીમ લાચાર જોવા મળી હતી અને 19.5 ઓવરમાં માત્ર 57 રનના મામૂલી સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રી ચરણીએ 4 વિકેટ લીધી હતી. શેફાલી વર્માએ બાલિંગમાં કમાલ કરી 2 વિકેટ ઝડપી હતી. સ્પિનર દીપ્તિ શર્મા અને શ્રેયાંકા પાટીલને 1-1 વિકેટ મળી હતી. 58 રનના આસાન લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. શેફાલી વર્માની અણનમ 40 રનની વિસ્ફોટક ઇનિંગ્સના સહારે ભારતે માત્ર 5 જ ઓવરમાં 2 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd