ગાંધીધામ, તા. 19 : શહેરના મચ્છુનગર વિસ્તારમાં
બાવળની ઝાડીમાંથી નગ્ન હાલતમાં 45 વર્ષીય મહિલાનો
મૃતદેહ મળી આવ્યો હતો. શ્રમિક મહિલાની હત્યાના
બનાવને લઈને પોલીસબેડામાં ભારે દોડધામ મચી
હતી. બહાર આવેલી વિગતો અનુસાર મચ્છુનગર વિસ્તારમાં રેલવે ફાટક પાસે બાવળની ઝાડીઓમાં
આજે સવારના અરસામાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. શહેરના ઈન્દિરાનગરમાં રહેતી શ્રમિક
મહિલા બાવળની ઝાડીઓવાળા રસ્તાથી મીઠીરોહરમાં
આવેલી ખાનગી કંપનીમાં નોકરીએ જતી હતી
તે દરમ્યાન આજે સવારે 9થી 9.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો
હતો. જાણકારોએ ઉમેર્યું હતું કે, નગ્ન
હાલતમાં મળી આવેલી આ મહિલા ઉપર અજાણ્યા આરોપીએ
દુષ્કૃત્ય કર્યા બાદ તેની હત્યા નીપજાવી હોવાની આશંકા પ્રબળ બની
છે. ગાંધીધામમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા આ બનાવને
પગલે પૂર્વ પોલીસવડા સાગર બાગસાર સહિતનો મોટો પોલીસ કાફલો બનાવ સ્થળે ધસી ગયો
હતો તેમજ પોલીસતંત્ર દ્વારા ગુનાનો ભેદ ઉકેલવા માટે ફોરેન્સિક સાયન્સના તજજ્ઞો તેમજ ગંધ પારખુ શ્વાનની
મદદ લઈને જુદી-જુદી દિશામાં તપાસનાં ચક્રોગતિમાન કર્યાં છે. પૂર્વ કચ્છ પોલીસવડા શ્રીબાગમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે,પ્રાથમિક તારણમાં આ મહિલા સાથે દુષ્કૃત્ય આચારવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું
છે. ગંભીર જણાતા આ બનાવને લઈને પૂર્વ કચ્છ એલસીબી, એસઓજી સહિતની
જુદી-જુદી પોલીસ ટીમો વિવિધ દિશાઓમાં કાર્ય
કરી રહી છે તેમજ એક શંકાસ્પદ શખ્સને ડિટેઈન કરીને તેની પુછપરછ
કરાઈ રહી હોવાનું પણ ઉમેર્યું હતું. બે સંતાનની માતાનાં મૃત્યુ અને તેની સાથે બનેલી વિગતો સ્પષ્ટ કરવાના ઉદ્દેશ સાથે મૃતદેહને
જામનગર પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે, જેના અહેવાલ
બાદ વધુ વિગતો બહાર આવશે. મૃતક અને તેનો આખો પરિવાર એક જ ખાનગી એઁકમમાં શ્રમ કરતો હોવાનું
પોલીસે ઉમેર્યું હતું. ગાંધીધામ બી
ડિવિઝન પોલીસ ટીમે મૃતકના પુત્રની ફરિયાદના આધારે ગુનામાં સામેલ આરોપીને દબોચી લેવાની
વધુ છાનબીન આરંભી છે.