રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : મહારાષ્ટ્ર
ઉપર રાષ્ટ્રની નજર છે, કારણ કે રાષ્ટ્રીય રાજકારણ ઉપર મહારાષ્ટ્રનાં રાજકારણની અસર
- અચૂક પડશે. મહારાષ્ટ્રમાં છેલ્લાં ત્રીસ વર્ષથી `ખીચડી' સરકારો આવી અને ગઈ છે !
288 સભ્યની વિધાનસભામાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. શરદ પવાર મહારાષ્ટ્રનાં
રાજકારણમાં બેતાજ બાદશાહ અને રાષ્ટ્રીય રાજકારણમાં ચાણક્ય છે છતાં મહારાષ્ટ્રમાં એકચક્રી
એક પક્ષની સરકાર આપી શક્યા નથી. કોંગ્રેસનાં ભંગાણ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ બનાવ્યા
પછી પણ રાજ્ય અને રાષ્ટ્રમાં કોંગ્રેસને વિસ્થાપિત કરી શક્યા નથી, જ્યારે ભારતીય જનતા
પક્ષે મહારાષ્ટ્રમાં સ્થાન જમાવ્યું છે : હવે વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવાર ઉપરાંત
ભાજપ અને અન્ય નેતાઓનું રાજકીય ભવિષ્ય પણ નક્કી થશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને શિવસેનામાં
ભંગાણ પડયા પછી બે પ્રાદેશિક પક્ષ અને ચાર નેતાનું ભવિષ્ય - રાજકીય કારકિર્દી નક્કી
થશે, પણ ખરો મુકાબલો તો શરદ પવાર અને નરેન્દ્ર મોદી વચ્ચે છે. તેથી તમામ શક્તિ અને
`શત્રો'
વપરાઈ રહ્યાં છે. ચૂંટણીમાં વિકાસનો મુદ્દો ક્યાં છે ? વિવાદ છે કે મોદી - મહારાષ્ટ્રના
ભોગે મોટી યોજનાઓ - વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં લઈ જાય છે ! શરદ પવાર જેવા વરિષ્ઠ નેતા
એવો આક્ષેપ કરે કે મોદી મહારાષ્ટ્રના પ્રોજેક્ટ ગુજરાતમાં લઈ જાય છે અને મહારાષ્ટ્રમાં
હજારો લોકો નોકરી ગુમાવે છે - તે એમના જેવા અનુભવી અને રાષ્ટ્રકક્ષાના નેતાને શોભતું
નથી. મરાઠા આરક્ષણ - અનામતનો ગંભીર વિવાદ છે. હવે આ વોટ બેન્ક કોને ફળે છે તે જોવાનું
છે ! એકનાથ શિંદેએ લાડકી બહિણ યોજનામાં $ 46 હજાર કરોડનું મહિલાત્ર અજમાવ્યું છે :
પણ ચૂંટણીમાં સૌથી વધુ અસરકારક હિન્દુત્વનું બ્રહ્માત્ર હશે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન
આદિત્યનાથ યોગીનું સૂત્ર - બટેંગે તો કટેંગે - બ્રહ્માત્રની જેમ ફરી વળ્યું છે... હિન્દુ
જનજાગૃતિમાં કેવી સફળતા મળે છે તે જોવાનું છે. મહારાષ્ટ્રનો સંદેશ રાષ્ટ્રભરમાં જવાની ધારણા
છે. લોકસભાની ચૂંટણી વખતે તામિલનાડુમાં ડીએમકે નેતાએ સનાતન ધર્મ ઉપર અઘટિત ભાષા અને
ટીકા પ્રહાર કર્યા ત્યારે ઈન્ડિ મોરચાએ એમને સમર્થન આપ્યું અને તે પછી દેશભરમાં હિન્દુ
ધર્મ અને તત્ત્વ ઉપર `હુમલા' શરૂ થયા છે. અત્યાર સુધી ચૂંટણીનાં રાજકારણમાં સેક્યુલરવાદનો
વિવાદાસ્પદ મુદ્દો હતો. હવે હિન્દુત્વના વિવાદ પછી હિન્દુ એકતાનો મુદ્દો છે. આ મુદ્દો
કેવી રીતે, શા માટે ઉઠાવાયો ? અને તે વિવાદ - અદાલતનાં આંગણે કેમ ગયો નથી તે પ્રશ્ન
છે. હકીકતમાં હિન્દુ જનજાગૃતિનો યશ રાહુલ ગાંધી – કોંગ્રેસને મળવો જોઈએ. લોકસભાના ચૂંટણી
પ્રચારમાં કોંગ્રેસે અ.જા. -પછાત જાતિઓને આરક્ષણ આપવાનો મુદ્દો ઉપાડયો. મોદીને 400
બેઠક મળે તો સંવિધાનમાં સુધારો કરીને ગરીબ - પછાત વર્ગના અનામતની જોગવાઈ રદ કરવામાં
આવશે એવો કુપ્રચાર કર્યો અને તેની અસર પડી. સંવિધાન સાથે ન્યાયતંત્રની વ્યવસ્થા પણ
બદલવામાં આવશે એવો પ્રચાર થયો. ભાજપે રદિયો આપવાના પ્રયાસ કર્યા, પણ લોકોનો વિશ્વાસ
જીતી શકાયો નહીં ! નોંધપાત્ર બાબત એ છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીએ ઓબીસી
- અન્ય પછાત વર્ગોને જીતી લીધા હતા. ઉત્તરપ્રદેશમાં ઐતિહાસિક સફળતા મળી ત્યારથી કોંગ્રેસે
મોદીની વોટ બેન્ક ઉપર ધાડ પાડવાનો નિર્ણય લીધો અને પ્રયાસ શરૂ કર્યા. 400 બેઠકનો દાવો
- રાહુલ ગાંધીના હાથમાં સૂત્ર - શત્ર અને મોઢાંમાં પતાસું બની ગયો ! હરિયાણામાં ભાજપને
ભલે સત્તા મળી, પણ કોંગ્રેસે પછાતવર્ગની વોટ બેન્ક તોડવાના ગંભીર પ્રયાસ કર્યા. હરિયાણાની
વિજયસભામાં મોદીએ કોંગ્રેસ ઉપર આક્રમક ભાષણ કર્યું : સમાજમાં એકતા તોડવા, ભંગાણ પાડવા
માટે કોંગ્રેસે ભરપૂર પ્રયાસ કર્યા, પણ લોકોએ તે નકારીને નિષ્ફળ બનાવ્યા છે એમ કહ્યું.
આ પછી સંઘ પરિવારના વરિષ્ઠ મોહન ભાગવતે આ મુદ્દો આગળ વધાર્યો. અલબત્ત, આ પહેલાં પણ
વડાપ્રધાન મોદીએ દસ દિવસમાં ત્રણ વખત કોંગ્રેસ ઉપર પ્રહાર - આક્ષેપ ર્ક્યો કે હિન્દુ
સમાજને તોડવાના પ્રયાસ કોંગ્રેસ કરે છે. અ. જા., પછાત - આદિવાસી સમાજને ભડકાવે છે
!મોહન ભાગવતે વિજયાદશમીના ઉત્સવમાં પણ હિન્દુ સમાજની એકતા ઉપર ભાર મૂક્યો. મોદીએ મુસ્લિમ
સમાજના પછાત - પસમંદા વર્ગને રક્ષણ આપ્યું. મહિલાઓને તીન તલાક સામે