• રવિવાર, 15 નવેમ્બર, 2026

પૂણેની એમઆઈટી એડીટી યુનિ.ના છાત્રો કચ્છની સંસ્કૃતિ, હસ્તકળાના પાઠ ભણ્યા

કચ્છ મ્યુઝિયમમાં વણાટકામ વગેરે સંગ્રહોનું નિરીક્ષણ

ભુજ, તા. 14 : પૂણેની એમઆઇટી એડીટી યુનિવર્સિટીના ફેશન ડિઝાઇન વિભાગના 50 જેટલા વિદ્યાર્થીએ ભુજના કચ્છ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્રના પૂણેની એમઆઇટી એડીટી યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનના ફેશન ડિઝાઇન વિભાગની શૈક્ષણિક ટીમના આસિસ્ટન્ટ પ્રોફેસર નીતિન ગુપ્તા અને આસિસ્ટન્ટ પ્રોફેસર પલ્લવી નાથનાં માર્ગદર્શન હેઠળ  50 જેટલા વિદ્યાર્થીએ કચ્છ મ્યુઝિયમ ખાતે કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિશ્વ પ્રસિદ્ધ હસ્તકલાનો પ્રત્યક્ષ અભ્યાસ કર્યો  હતો. યુનિવર્સિટીની ટીમે કચ્છ મ્યુઝિયમ ખાતે આવેલી ટેક્સટાઇલ ગેલેરીની મુલાકાત લઈને તેમાં પ્રદર્શિત કચ્છના પરંપરાગત ભરતકામ, વણાટકામ અને વસ્ત્રકલાના અનોખા સંગ્રહનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુઝિયમના ક્યુરેટર ડો. મહેન્દ્રાસિંહ સુરેલા દ્વારા છાત્રોઁને કચ્છના ટેક્સટાઇલના ભવ્ય ઇતિહાસ, કલાત્મકતા અને મ્યુઝિયમની વિરાસત વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ મ્યુઝીયમના કલેક્શનની મુક્ત મને પ્રશંસા કરી અને તેને વસ્ત્રકલાનો એક અનમોલ ખજાનો ગણાવ્યો હતો. આ પ્રસંગે પુરાતત્ત્વ વિભાગના અધીક્ષક ડો. આદિત્યાસિંહ, જયપાલાસિંહ જાડેજા અને ધવલ દવે પણ વિદ્યાર્થીઓને કચ્છના ઐતિહાસિક અને પુરાતત્વીય વારસા અંગે માહિતગાર કર્યા હતા. મુલાકાત દરમિયાન પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ કચ્છ મ્યુઝિયમને રિસર્ચ માટે એક જીવંત પાઠશાળા સમાન ગણાવી, આગામી સમયમાં ટેક્સટાઇલ ક્ષેત્રે માહિતીના આદાન-પ્રદાન તેમજ ઊંડાણપૂર્વક સંશોધન કરવા અંગે તૈયારી દર્શાવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd