• રવિવાર, 15 નવેમ્બર, 2026

ભુજમાં હાસ્ય પરિવાર સંઘ દ્વારા વરિષ્ઠ લોકોનું ડાયાબિટીસ નિદાન

તબીબો દ્વારા તપાસણી કરી જરૂરી માર્ગદર્શન

ભુજ, તા. 14 : હાસ્ય પરિવાર સંઘ દ્વારા ડાયાબિટીસ નિદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ડો. નૈનેશભાઈ શાહ, ફાર્માસિસ્ટ ધૈર્યેષભાઈ શાહે સેવા આપી હતી. તબીબે દર્દીઓની તપાસ કરી ડાયાબિટીસ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ડો. નૈનેશ શાહે જાહેરાત કરી હતી કે, જ્યારે સંઘના પ્રમુખ જગદીશભાઈ ગોર યોગ્ય લાગે તેવા જરૂરિયાતમંદ દર્દી અંગે ખાતરીપૂર્વક લખીને આપશે અથવા મેસેજ કરશે તો તેવા જ કિસ્સામાં પ્રાથમિક તપાસમાં રાહત કે નિ:શુલ્ક સુવિધા અપાશે. કેમ્પના અંતે ઉપસ્થિત વરિષ્ઠ નાગરિકો દ્વારા ડાયાબિટીસ સંબંધિત મૂંઝવતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેનું ડોક્ટર દ્વારા સંતોષકારક નિરાકરણ કરાયું હતું. એમ.આઈ. બાયડ દ્વારા વરિષ્ઠ નાગરિકોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તે હેતુથી હાસ્ય પરિવાર સંઘના સહયોગથી શહેરના જાણીતા તબીબોના આગામી સમયમાં પણ આવા જ મેડિકલ અને આરોગ્ય માર્ગદર્શન કેમ્પો યોજવાની જાહેરાત કરાઈ હતી. દિલીપભાઈ સોની, અશ્વિનભાઈ જાની, પ્રદીપભાઈ ઐયર, રાજુભાઈ ઐયર, જમનાભાઈ ઠક્કર, યોગેશભાઈ જોશી, નંદુભાઈ જોષી, ઈકબાલભાઈ, રાજુભાઈ ગોર, કૈલાસભાઈ, નટુભાઈ વ્યાસ, કીર્તિભાઈ ગોર, જયશ્રીબેન ગોર, અવનીશભાઈ જોગી, અવનીશભાઈ વૈષ્ણવ, રશ્મિભાઈ ઠક્કર, રાજમોહનભાઈ, દીપક દરજી, વિનોદભાઈ કોટક, અશોકભાઈ વાસુ, કિરણભાઈ શાહ, જયશ્રીબેન ગોસ્વામી, દિનેશભાઈ મહેશ્વરી, ધર્મિષ્ઠાબેન, હંસાબેન અને જ્યોતિબેન ગોહિલ વગેરે કાર્યકરો સહયોગી બન્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd