• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ટપ્પરથી વડઝર : એકબાજુ નવા રોડ; બીજીતરફ મરંમતના વાંધા ?

કચ્છમાં ભુજ સહિત અનેક જગ્યાએ નવા રોડનું કામ ચાલુ છે, ભુજ-મુંદરા રિસર્ફેસ થયો અને વાંકી પત્રી થઈને ગુંદાલા જતા માર્ગનું પણ કામ ચાલુ છે. પરંતુ બીજી બાજુ આરએનબી (પંચાયત)ના આંતરિક રસ્તાઓનું તો કોઈ પૂછવાનું ન હોવાની વારવાર રાડ ઊઠી છે. આ દૃશ્ય ટપ્પરથી વડઝર જતા રસ્તાનું છે. જ્યાં બાવળોની સંખ્યા વધી ગઈ છે અને અકસ્માતનું મોટું જોખમ છે અને આ માર્ગ પર ઠેકાણે મોટા ખાડા સાથે માર્ગની હાલત ખરેખર દયનીય છે લોકો પ્રશ્ન પૂછે રહ્યા છે કે, નવા રોડના નાણાં છે તો શું સરકાર પાસે મરંમતના નાણાં નથી કે પછી મરમતમાં બહુ માલ નથી એટલે આવું છે. ગ્રામજનો આક્ષેપ કરે છે કે, ભવિષ્યમાં કેરા, બળદિયા, ભારાપર બાયપાસ તો બને ત્યારે સાચુ પણ પરંતુ ભારાપર સુધી જોડતા આ નાના રોડનું નવીકરણ જ થાય કારણ કે કપચી અને ભેડીયાવાડાઓએ રસ્તાની હાલત બગાડી જ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd