• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

` જે કહ્યું છે એ કામો થશે જ : ધારાસભ્ય'; મુંદરામાં સ્વદેશી મેળાનો આરંભ :

મુંદરા બારોઈ નગરપાલિકા દ્વારા ગુરૂવારે સાંજે પાંજરાપોળ મેદાન ખાતે દિવાળી પર્વ પહેલાં આયોજિત સ્વદેશી મેળાનો આરંભ થયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ખાસ ઉપસ્થિત ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવેએ કહ્યું કે, ગૃહ ઉત્પાદનો, સ્વદેશી ચીજોને લોકો સુધી પહોંચાડવાની સરકારે આપેલી આ મહત્વની તક છે. રસ્તાના બાકી કામો મુદ્દે તેમણે કહ્યું કે, ધીરજ રાખજો. આ સરકાર જે ખાતરી આપે છે. એ કરીને જ બતાવશે. સુધરાઇ પ્રમુખ ભોજરાજભાઈ ગઢવીએ કહ્યું કે, સ્થાનિક વેપારીઓને ખાસ પ્રોત્સાહન માટેનો મેળો આગામી તા. ચારથી નવેમ્બર સુધી રોજ સાંજે ચારથી રાત્રે 10 સુધી યોજાશે. આ મેળામાં પ્રાંત અધિકારી અભિષેકકુમાર સિન્હા, ચીફ ઓફિસર વૈભવ વ્યાસ, પીઆઇ એમ. આર. શકોરિયા, તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, શહેર પ્રમુખ અરવિંદ પટેલ અને સુધરાઈ તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. (કચ્છમિત્ર ફોટો) 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd