મુંબઈ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતીય
રેડક્રોસ સોસાયટીની નેશનલ મૅનેજિંગ બોડીના સભ્ય તરીકે સ્વાતિ ચૌહાણ- ઠક્કરની નિયુક્તિ
થઈ છે. ભારતીય રેડક્રોસ સોસાયટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના રાષ્ટ્રપતિ દ્વારા આ
નિયુક્તિ કરાઈ છે. આ અંગે આ સોસાયટીના સેક્રેટરી જનરલ લલિત વાધવાએ સત્તાવાર પત્ર દ્વારા
જાણ કરી છે. સ્વાતિ ચૌહાણ - ઠક્કરનો કાર્યકાળ 15 અૉક્ટોબર 2027 સુધી રહેશે.
ભારતીય રેડક્રોસ સોસાયટી દ્વારા તેમને સંસ્થાના કાર્યમાં માર્ગદર્શન સહયોગ અને સમર્થન
આપવા માટે અપીલ કરવામાં આવી છે. દેશના જરૂરિયાતમંદ,
વંચિત અને આપત્તિગ્રસ્ત લોકોની સેવા કરવાના ઉમદા હેતુને આગળ વધારવામાં
તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સ્વાતિબહેન
મુંબઈમાં મલબાર હિલ વિસ્તારમાં રહે છે અને મૂળ કચ્છના વતની છે.