• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

સ્વાતંત્ર પર્વની ઉજવણીની તૈયારી કરવા નખત્રાણામાં બેઠક યોજાઈ

નખત્રાણા, તા. 11 : આગામી 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને શહેરમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. મંગળવારે પ્રાંત કચેરી ખાતે મળેલી બેઠકમાં આગામી 13થી 17 દરમ્યાન હર ઘર તિરંગા, રેલી , ધજા-પતાકા સાથે શણગાર સહિતના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા. બેઠકના પ્રારંભે મામલતદાર આર.કે. પટેલે સ્વાગત કર્યા બાદ આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી અને 13મી ઓગસ્ટે સવારે 8:30 વાગ્યે પ્રાંતકચેરીથી ત્રિરંગા રેલીનો પ્રારંભ કરાશે. જે મુખ્ય માર્ગો પર ફરી કુ. ટી.ડી. વેલાણી વિદ્યાલય ખાતે સંપન્ના કરવાનો નિર્ણય લેવાયો હતો. આ તકે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વહીવટી તંત્ર દ્વારા થનારી ઉજવણીની તૈયારીઓ કરવા તેમજ નાયબ કલેકટર ઉત્સવ ઉજ્જવલે અધિકારીઓ, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓને આ કાર્યક્રમમાં જોડાવવા આહવાન કર્યું હતું. આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ વસંતભાઈ વાઘેલા, ચીફ ઓફિસર ભાવિન કંધાણા, વિસ્તરણ અધિકારી વર્ષાબેન જાની, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ કેશરાણી, પી.આઈ. એ.એમ. પટેલ, ઉપપ્રમુખ દમયંતીબેન સેંઘાણી, દંડક જાગૃતિબેન જાની, સા.ન્યા. સીમતિ ચેરમેન જશોદાબેન બળિયા, ચેમ્બર્સ ઓફ કોઉમર્સ પ્રમુખ બાબુભાઈ ધનાણી, કિશોરભાઈ કોટડિયા, પ્રવીણભાઈ ધનાણી, લાખાભાઈ રબારી, રણજિતસિંહ સોઢા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ શિવજી પાચણે કરી હતી.

Panchang

dd