• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

નખત્રાણા તા.માં 6.92 કરોડના પૂણેના કામનો પ્રારંભ

નખત્રાણા, તા. 11 : આ તાલુકામાં સરકારના માર્ગ-મકાન વિભાગ હસ્તકના વિવિધ ગામોને જોડતા રસ્તા પર રૂા. 692 લાખના ખર્ચે નાની વિરાણી, રામેશ્વર, નખત્રાણા સુધીના માર્ગ પર ઉલટ, હીરાપર, ભીમસર, નવાવાસથી લીફરી, બાંડીયારા રોડ પર તથા રામપર (રોહા)થી નારણપર, મોસુણા ગામ સહિત છ પુલીયા કામોનું ખાત મુહુર્ત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. અબડાસા મત વિસ્તારના નખત્રાણા, અબડાસા, લખપત, ત્રણ તાલુકાના અંતરિયાળ છેવાડાના સરહદી વિસ્તારમાં એક પણ ગામ વિકાસ કામોથી વંચિત રહ્યું નથી. હરણફાળે વિકાસ કામો પરિપુર્ણ થયા છે અને મંજુર થયેલા વિકાસ પણ એક વર્ષમાં પુર્ણ કરાશે. તેવું ખાત મુહુર્ત પ્રસંગે ઉદબોધનમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કરોડાના ખર્ચે નિર્માણ નામતા કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયમાં પ્ર્રત્યેક સંકુલમાં 300થી વધુ કન્યાઓ રહીને વિના મુલ્યે અભ્યાસ કરી શકશે તેમ ઉમેર્યું હતું. દેશલપર (ગુ)થી હાજીપીર 32 કિમી. સીસી રોડ રૂા. 18 કરોડના ખર્ચે માર્ગનું કામ પુર્ણતાના આરે હોવાનું ભુજ-નખત્રાણાથી નારાયણ સરોવર સુધી ફોરલેન માર્ગના નિર્માણ માટે રૂા. 1970 કરોડના ખર્ચે ટુંક સમયમાં કામ શરૂ થશે તેમ જણાવ્યું હતું. યાત્રાધામોના વિકાસ શાળાના બાંધકામ, હોસ્પિટલો, ખેતીવાડી, પશુપાલન તંત્રે વિકાસ તેજ ખુટતી કડીઓ પુર્ણ કરાશે. તેવી ખાતરી આપી હતી. તા.પં. પ્રમુખ ભારતીબેન ગોસ્વામી ભાજપ પ્રમુખ ધર્મેશ કેશરાણી, નખત્રાણા નગરપતિ વસંતભાઇ વાઘેલા, લાલજીભાત્ત રામાણી, ચંદનસિંહ રાઠોડ, દિનેશભાઇ રૂડાણી, બેચરલાલ રૂડાણીજશોદાબેન બળિયા, દમયંતીબેન સેંઘાણી, ડાયાલાલ સેંઘાણી, જેશગભાઇ આહીર, ચેતનભાઇ મજેઠીયા, લક્ષ્મણસિંહ સોઢા, અશ્વિન સોની, જયેશ કાનાણી, હાજી મામદભાઇ ખત્રી, સવિતાબેન સોલંકી, હિરાભાઇ રબારી, દેવાભાઇ રબારી ઉપસ્થિત રહ્યા હતા. ઇજનેર દિલેર સીદી, મયુરસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ સોઢાએ પુલીયા કામોની વિગતો આપી હતી. ગામે ગામ ખાત મુહુર્તમાં આહીર રવાભાઇ આહીર, માલાભાઇ આહીર, ગુમાનસિંહ સોઢા, સુરૂભા સોઢા, ખીમજી રામાણી, ગંગારામ ગોગારી, જોરૂભા સોઢા, છગનભાઇ રામાણી જોડાયા હતા. સંચાલન તથા આભાર વિધિમાં ન.તા. ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડે કરી હતી. ઓળંગીયામાં શાત્રી પુષ્પકાંત ભટ્ટ હીરાપરમાં વિવેક જોશી નાની વિરાણીમાં શાત્રી આદિત્ય જોશીએ શાત્રોક્ત વિધિ સંપન્ન કરાવી હતી.

Panchang

dd