મુંદરા, તા. 5 : તાજેતરમાં
ભારત વિકાસ પરિષદની મુંદરા શાખાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં દિવંગત થયેલા
શાખા પારિવારિક સભ્યો અને કાશ્મીરમાં પહેલગામમાં આતંકીઓ દ્વારા હુમલાના દિવગંતોને શ્રદ્ધાંજલિ
આપવામાં આવી હતી. તાલુકા સંઘચાલક અમિત પટેલ, કચ્છ પ્રાંત મહા સચિવ કિશોરાસિંહ ચૂડાસમા,
કચ્છ પ્રાંત સંસ્કાર કન્વીનર ભૂષણ ભટ્ટ, રાજેન્દ્ર કૂબાવત, પ્રાંત સહ મહિલા સહભાગીતા હિરલબેન દહીંસરિયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
વિદાય લેતા શાખા પ્રમુખ પરાગ સોમપુરાએ સ્વાગત
કર્યું હતું. રાજેશ ઠક્કર દ્વારા વર્ષ દરમિયાન થયેલા પ્રકલ્પોનો વાર્ષિક અહેવાલ
તથા સહખજાનચી નીરજ મહેતા દ્વારા નાણાકીય અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. મહિલા સહભાગીતા
પ્રિયંકાબેન પ્રજાપતિએ પ્રવૃત્તિનો અહેવાલ
આપ્યો હતો. મુંદરા
તાલુકામાં મેરેથોન પ્રકલ્પ તેમજ કાયમી પ્રકલ્પ મેડિકલ સાધન સહાય કેન્દ્રની માહિતી રજૂ
કરાઇ હતી. ગીતા હોસ્પિટલના ડો. પટેલ અને ડો. મોદીના સહયોગથી માનસિક દિવ્યાંગ બાળકોને
નિ:શુલ્ક દવાઓનો ઉલ્લેખ કરાયો હતો. શાખાના નવનિયુક્ત પ્રમુખ નીરજ મહેતા, મંત્રી મનોજ પરમાર અને ખજાનચી કુલદીપ
મોડ તથા નવી કારોબારીનાં નામોની જાહેરાત કચ્છ પ્રાંતના પ્રમુખ ડો. અમિત પટેલ
દ્વારા કરાઇ હતી. નવા જોડાયેલા સભ્યોની શપથવિધિ પ્રાંતના મહાસચિવ ભૂષણ ભટ્ટ દ્વારા
કરાઇ હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ રાજેશ ઠક્કર દ્વારા કરવામાં આવ્યાં હતાં.