• શનિવાર, 15 નવેમ્બર, 2025

ભચાઉમાં 63 હજારના શરાબ સાથે બે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 14 : ભચાઉના રામવાડી વિસ્તારમાં મકાનના પાર્કિંગમાં રહેલી કારમાંથી પોલીસે રૂા. 63, 800ના શરાબ સાથે બે શખ્સોને પકડી પાડયા હતા, પરંતુ દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો હતો તે પોલીસ ઓકાવી શકી નહોતી. ભચાઉના રામવાડી વિસ્તારમાં જગદીશ જમનાદાસ રૂપારેલ અને આશિષ નવીન ઠક્કરે દારૂ મગાવી જગદીશના મકાનમાં પાર્કિંગ કરેલ કારમાં સંગ્રહ કર્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ મકાનમાંથી પોલીસે જગદીશ રૂપારેલ અને આશિષ ઠક્કર નામના શખ્સોને પકડી પાડયા હતા. અહીં મકાનના પાર્કિંગમાં રહેલી કાર નંબર જી. જે. -39- સી.એ. -4233ની તપાસ કરાતાં તેની વચ્ચેની સીટ અને ડેકીમાંથી દારૂ મળી આવ્યો હતો.આ ગાડીમાંથી બ્લેન્ડર પ્રાઈડની 750 મિ.લિ.ની 11 બોટલ, રોયલ ચેલેન્જ 750  મિ.લિ.ની 22 બોટલ, તથા કિંગ ફિશર બિયરના 60 ટીન એમ કુલ રૂા. 63,800નો શરાબ જપ્ત કરાયો હતો. ફોર સેલ ઈન રાજસ્થાન, પંજાબ લખેલો આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોણ આપી ગયું ? ક્યાં આપવાનો હતો તે સહિતની વિગતો  પોલીસ ઓકાવી શકી નહોતી જેની આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. 

Panchang

dd