ભુજ, તા. 14 : ભુજ-લખપત માર્ગ પર બનાવવામાં
આવી રહેલા મથલ પુલનું નિર્માણકાર્ય અંતિમ ચરણમાં છે. અંદાજિત રૂા. 18 કરોડના ખર્ચે અને માર્ગ મકાન
વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલો આ પુલ વર્ષના અંત સુધી જાહેર જનતા માટે ઉપયોગી
બનશે. સરહદી વિસ્તાર તરફ વધુ ઝડપી અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ થશે સાથે વાહનવ્યવહાર
વધુ સરળ બનશે. ટ્રાફિક સમસ્યાનો હલ થશે. ઔદ્યોગિક તેમજ પર્યટનના વિકાસને પ્રોત્સાહન
મળી રહેશે તેવું માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.