મુંદરા, તા. 14 : અહીં નાના કપાયા વિસ્તાર સ્થિત
મુંદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, માર્કેટ યાર્ડ ખાતે ધારાસભ્યના હસ્તે મગફળી ખરીદ કેન્દ્રનો આરંભ થયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી માંડવી મત વિસ્તારના
ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય એમ ડબલ
એન્જિનની સરકાર ખેડૂતોનાં હિતમાં કામ કરવા કટિબદ્ધ છે. મુંદરા તાલુકાના ખેડૂતોનાં હિતમાં
શું થઈ શકે, નવું શું
કરી શકાય એની દરખાસ્ત લઈને આવો, ઘણી યોજનાઓ છે, જાગૃત બનો, લાભ લ્યો, વચ્ચે કોઈ કમિશન નથી. મુંદરામાં 600 ખેડૂતે નોંધણી કરાવી, બજાર
ભાવ કરતાં વધુ કિંમતે 2905 રૂપિયામાં ખરીદી કરવામાં આવી, એ ગણતરીએ
લગભગ 10. 50 કરોડ રૂપિયા ખેડૂતોનાં ખાતામાં
જમા થશે. આ તબક્કે, મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ શક્તાસિંહ
જાડેજાએ સ્વાગત કરતાં ધારાસભ્યના માર્ગદર્શનમાં મુંદરા તાલુકાના ઈતિહાસમાં પ્રથમ વખત
મુંદરાની તેમજ માંડવી એપીએમસીની ચૂંટણી પૂર્ણ બિનહરીફ થવા બદલ આભાર માન્યો હતો. પ્રાસંગિક
ઉદ્બોધનમાં એપીએમસીના વરિષ્ઠ ડાયરેક્ટર તથા મુંદરા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મહેન્દ્રાસિંહ પી. જાડેજા `જામ'એ મુંદરા એપીએમસી
ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે હકારાત્મક વલણ ધરાવતું
હોવાનું કહી સહયોગની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં તા. પં. પ્રમુખ મહિપતાસિંહ
જાડેજા, કાર્યકારી પ્રમુખ સોમાભાઈ રબારી, તા. પં. કા. ચેરમેન યુવરાજાસિંહ જાડેજા,
ભાજપ પૂર્વ મહામંત્રી કીર્તિ રાજગોર, કિશાન કર્મ
એફપીઓ પ્રમુખ હરેશ આહીર, ઈન્ડી એગ્રોના પ્રતિનિધિ વિરલ ચુડાસમા,
ખે.વી. અધિકારી ભરતભાઈ, એપીએમસી મુંદરાના નવનિયુક્ત
ડાયરેક્ટરો ગઢવી અરજણ, સોધારા નારાણ, ગોરડિયા
ચંદ્રકાંત, જાડેજા શક્તાસિંહ, ચૌહાણ કેણજી,
રબારી થાવર, જાડેજા રોહિતાસિંહ, ગોયલ માદેવા, રાજુ પાટનિયા, નિખિલ
ગોર, મુંદરા ભાજપના મહાવીરાસિંહ
જાડેજા, માંડણ રબારી, મેઘરાજ ગઢવી,
સવરાજ ગઢવી, આલારામ માસ્તર, રાજદે ગઢવી, મનજી કોલી, દામજી ધેડા,
સુખદેવાસિંહ જાડેજા, રવુભા જાડેજા, અરજણ માસ્તર વિ. ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રમાં પ્રથમ મગફળી વેચાણ માટે લઇ આવનારા ખેડૂતો અરજણ આહીર (કણઝરા),
શૈલેશ બરારિયા (વાંકી), શંકર ડાયાભાઇ (વાંકી),
બરારિયા શંકર (વાંકી)નું ધારાસભ્યના હસ્તે સન્માન કરાયું હતું. આભારવિધિ
એપીએમસીના ડાયરેક્ટર ધનજી ધેડાએ અને સંચાલન એપીએમસીના સેક્રેટરી ગુલાબાસિંહ જાડેજાએ
કર્યું હતું.