નવી દિલ્હી, તા.14 : દિલ્હી બોમ્બ
વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો થયો છે કે ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા
ત્રણ ડોક્ટરો આ કાવતરામાં સ્વિસ એપ થ્રીમા દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. પોલીસે ગુરુવારે
જણાવ્યું કે ત્રણ શંકાસ્પદો (ડૉ.ઉમર ઉન નબી, ડૉ.મુઝમ્મિલ ગનાઈ અને ડૉ.શાહીન શાહિદ) એ આતંકવાદી યોજના ઘડવા અને સંકલન માટે
આ એક્રિપ્ટેડ મેસાજિંગ એપનો ઉપયોગ કર્યો હતો. તપાસકર્તાઓને શંકા છે કે આરોપી ડોકટરોએ
સુરક્ષિત વાતચીત માટે અને ઓળખ છુપાવવા ખાનગી થ્રીમા સર્વર સેટ કર્યું હતું. જેનો ઉપયોગ
દિલ્હી બોમ્બ વિસ્ફોટના કાવતરા સંબંધિત ગુપ્ત દસ્તાવેજો અને નકશા શેર કરવા માટે કરવામાં
આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાવતરાની વિગતો આ ખાનગી નેટવર્ક દ્વારા નક્કી
કરવામાં આવી હતી. ગુપ્તતા માટે થ્રીમા બન્ને પક્ષને સંદેશાઓ કાઢી નાખવાની મંજૂરી આપે
છે અને કોઈપણ ડેટા સંગ્રહિત કરતું નથી, જેથી સંદેશાઓ ટ્રેસ કરવાનું
મુશ્કેલ બને છે. એપ્લિકેશન દરેક વપરાશકર્તાને એક અનોખી આઈડી સોંપે છે જે મોબાઇલ નંબર
અથવા સિમ સાથે લિંક નથી. તે એન્ડ-ટુ-એન્ડ એક્રિપ્શન અને ખાનગી સર્વઊં:રનો વિકલ્પ પ્રદાન
કરે છે. જૂથનું ખાનગી સર્વર ભારતમાં સ્થિત હતું કે વિદેશમાં અને મોડયુલના અન્ય સભ્યો
પાસે ઍક્સેસ હતી કે કેમ ? તે અંગે તપાસ ચાલી રહી છે.