• શનિવાર, 15 નવેમ્બર, 2025

બુમરાહના તરખાટ સામે આફ્રિકાનો ધબડકો

કોલકતા તા.14 : દિગ્ગજ ઝડપી બોલર જસપ્રિત બુમરાહની કાતિલ બોલિંગ (27/પ)ની મદદથી દ. આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસથી જ ભારતીય ટીમે વર્ચસ્વ જમાવવાની શરૂઆત કરી દીધી છે. બુમરાહ (27 રનમાં પાંચ વિ.)ની અદભૂત સ્વિંગ બોલિંગ સામે આફ્રિકી ટીમ માત્ર 19 રનમાં ઢેર થઇ ગઇ હતી. પહેલા દિવસની રમતના અંતે ભારતે યશસ્વી જયસ્વાલ (12)ની વિકેટ ગુમાવી 37 રન કર્યાં છે. ભારત હવે 122 રન પાછળ છે અને 9 વિકેટ અકબંધ છે.  ઝાંખા પ્રકાશને લીધે આજની રમત વહેલી બંધ થઇ ત્યારે કેએલ રાહુલ 13 અને વોશિંગ્ટન સુંદર 6 રને દાવમાં રહ્યા હતા. માર્કો યાનસને 1 વિકેટ લીધી હતી. ટોસ જીતી બેટિંગ લેનાર આફ્રિકાની શરૂઆત ઠીકઠાક રહી હતી. પહેલી વિકેટમાં પ7 રનની ભાગીદારી થઇ હતી. રિયાન રિકલટન (31) અને એડમ માર્કરમ (23) બન્નેનો બુમરાહે શિકાર કર્યો હતો. આ પછી આફ્રિકી બેટિંગ હરોળ ભારતની મજબૂત બોલિંગ લાઇન અપ સામે નતમસ્તક થઇ ગઇ હતી. આફ્રિકા સમયાંતરે વિકેટો ગુમાવતું રહ્યંy હતું. વિયાન મુલ્ડર 24, કપ્તાન તેંબા બાવૂમા 3, ટ્રિસ્ટન સ્ટબ્સ 1, ટોની ડીજોર્જી 24 અને કાઇલ વેરેન 16 રને આઉટ થયા હતા. આફ્રિકાના પૂંછડિયા ખેલાડીઓ બે આંકડે પણ પહોંચી શકયા ન હતા. આથી આફ્રિકી ટીમના પહેલા દાવનો વાવટો પપ ઓવરમાં 19 રને સંકેલાયો હતો. બુમરાહની પ વિકેટ ઉપરાંત કુલદીપ અને સિરાજને 2-2 વિકેટ મળી હતી. 1 વિકેટ અક્ષર પટેલે લીધી હતી. આફ્રિકાની ઇલેવનમાંથી સ્નાયૂ ખેંચાઇ જવાથી મુખ્ય ઝડપી બોલર કાગિસો રબાડા બહાર થયો હતો. આફ્રિકાએ બે સ્પિનર તરીકે કેશવ મહારાજ અને સાઇમન હેમરને ઉતાર્યાં હતા. 

Panchang

dd