ભુજ, તા. 14 : મુંદરામાં બારોઇના ફરિયાદી
સાથે ઓરિસ્સાના મિત્રએ જ ઠગાઇ કરતાં ફરિયાદ દાખલ થઇ છે. આ અંગે મુંદરા પોલીસ મથકે બારોઇના
યશોદાનગર ખાતે રહેતા પ્રકાશ લાલજી જોશીએ તેના જ મિત્ર એવા એસ. કે. સાહિલ (રહે. ઓરિસ્સા)
વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગત તા. 3/11ના આ બનાવની ફરિયાદની ટૂંક વિગતો મુજબ આરોપી એસ. કે. સાહિલે
ફરિયાદી પ્રકાશને પાંચ લાખની લોન કરાવી દીધી હતી અને આ રકમ નેટ બેંકિંગ મારફત આરોપીએ
પોતાનાં ખાતાંમાં જમા કરાવી ફરિયાદી સાથે પાંચ લાખ રૂપિયાની ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી
છે. પોલીસે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છાનબની આદરી છે.