ગાંધીધામ, તા. 14 : રાપર તાલુકાના ધબડામાં ખેતરના
શેઢામાંથી માટી ઉપાડવા ફમુદ્દે બબાલ બાદ આધેડની હત્યા પ્રકરણમાં આરોપીઓને ધાક બેસાડતો
સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. ધબડામાં ગત વર્ષ 2019ના સવારના ભાગે હત્યાનો આ બનાવ બન્યો હતો. ખેતરના શેઢામાંથી
માટી ઉપાડવા મુદ્દે ડખો થતાં આરોપીઓએ કડિયાળી લાકડીઓ વડે હુમલો કરી ગોવા રબારી નામના
આધેડની હત્યા નિપજાવી હતી. બનાવ અંગે બાલાસર પોલીસ મથકે પચાણ ધારા રબારી, નારાણ વાલા રબારી, મમુ
ધારા રબારી, મેરા પચાણ રબારી, જીવા પચાણ
રબારી અને ભાવીબેન સાંડા માલા રબારી સામે ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીઓની અટક કર્યા
બાદ પૂરતા પુરાવા હોવાથી તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 30 સાહેદને તપાસી અને 20 દસ્તાવેજી પુરાવા ચકાસી બંને
પક્ષની મૌખિક દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ અંદલિપ તિવારીએ ત્રણ આરોપીને તક્સીરવાન
ઠેરવ્યા હતા જ્યારે નારાણ રબારી, ભાણીબેનને
નિર્દોષ જાહેર કરાયા હતા તેમજ મમુ ધારા રબારીનું ચાલતા કેસે અવસાન થતાં કેસ પડતો મુકાયો
હતો. આ કેસમાં પચાણ રબારીને ત્રણ વર્ષની સખત કેદ અને રૂા. 5000નો દંડ તથા દંડ ન ભરે તો વધુ
કેદનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. મેરા અને જીયા રબારીએ ચાલતા કેસ દરમ્યાન છ વર્ષ
વર્ષ આઠ મહિના અને 28 દિવસ જેલવાસ
ભોગવ્યો હતો. તે સજા તેમના માટે કરાઇ હતી તેમજ રૂા. 5000નો દંડ અને રકમ ન ભરે તો વધુ
સજાનો ચુકાદો અપાયો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ડી. એસ. જાડેજા ઉપસ્થિત રહી
ધારદાર દલીલો કરી હતી.