• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

અય્યર બન્યો ટી-20નો નવો સુપરસ્ટાર

નવી દિલ્હી, તા. 7 : આઇસીસીના નવા રેન્કિંગમાં ભારતીય ક્રિકેટના બે દિગ્ગજો માટે બે અલગ જ તસવીર સામે આવી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે લખનઉમાં રમાયેલા પહેલા ટી20 મુકાબલામાં તોફાની સદી કરનારા ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરને જોરદાર ફાયદો થયો છે. બીજી તરફ વનડેમાં ગોલ્ડન ડકનો શિકાર બનનારા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને નુકસાન વેઠવું પડયું છે. વેસ્ટ ઇન્ડિઝ સામે શ્રેણીની અંતિમ મેચમાં વિરાટ કોહલી ખાતું પણ ખોલી શક્યો નહોતો.લખનઉમાં વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી ટી20 મેચમાં શ્રેયસ અય્યરે 10 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી નોટઆઉટ 102 રનની ઇનિંગ રમી હતી. જે આંતરરાષ્ટ્રીય ટી20માં અય્યરની પહેલી સદી પણ હતી. આ શાનદાર પ્રદર્શનના દમ ઉપર શ્રેયસ અય્યર 18 સ્થાનની મોટી છલાંગ મુકીને કારકિર્દીના સૌથી સારા 7મા ક્રમે પહોંચ્યો છે. આ સાથે જ ટી20 રેન્કિંગના ટોપ-10માં હવે ભારતના ચાર ખેલાડી સામેલ છે. જેમાં ઈશાન કિશન પહેલા, અભિષેક શર્મા બીજા, તિલક વર્મા દસમા અને અય્યર 7મા સ્થાને છે. બીજી તરફ આઈસીસી મેન્સ વનડે  બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલી નીચે ખસક્યો છે. ગોલ્ડન ડક થવાના કારણે કોહલીનું રેટિંગ 796થી ઘટીને 781 રહ્યું છે અને કોહલી બીજામાંથી ત્રીજા સ્થાને પહોંચ્યો છે જ્યારે ન્યુઝિલેન્ડનો ડેરિલ મિચેલ કોઈપણ મેચ વિના બીજાં સ્થાને પહોંચી ગયો છે. ભારતીય વન ડે કેપ્ટન શુભમન ગિલ વિન્ડિઝ સામે ગુવાહાટીમાં નોટઆઉટ 223 રનની ઇનિંગના દમ ઉપર 841 અંક સાથે શીર્ષ સ્થાને સ્થિતિ વધારે મજબૂત કરી ચૂક્યો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd