નવી દિલ્હી, તા. 7 : ભારતીય મહિલા
ક્રિકેટમાં મંગળવારે ઘણા બદલાવ જોવા મળ્યા હતા. હરમનપ્રીત કૌરે ક્રિકેટના તમામ પ્રારૂપમાંથી
કેપ્ટનશીપ છોડી હતી. બીસીસીઆઇએ સ્મૃતિ મંધાનાને તમામ ફોર્મેટમાં કેપ્ટનશીપની જવાબદારી
સોંપી હતી. હવે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારતીય ક્રિકેટ ચાહકોને હેરાન
કર્યા છે. રિપોર્ટ અનુસાર મંધાના અને હરમનપ્રીત વચ્ચે કેપ્ટનશીપનાં કારણે તકરાર જોવા
મળી રહી હતી. જેનાં કારણે ભારતીય ટીના ડ્રેસિંગ રૂમનો માહોલ ખૂબ જ અસહજ બની રહ્યો હતો.
એક સૂત્ર મારફતે બહાર આવેલા અખબારી અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે મંધાના અને
હરમનપ્રીત છેલ્લા અમુક સમયથી એકબીજાની સામે જોવાનું પણ ટાળી રહી હતી. જેનાં કારણે ડ્રેસિંગ
રૂમમાં તણાવ જેવો માહોલ બની રહ્યો હતો. જાણકારી અનુસાર અમુક સમય પહેલા બીસીસીઆઇની સમીક્ષા
બેઠક થઈ હતી. ત્યારબાદ હરમનપ્રીતે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. 2017માં પહેલી વખત ભારતીય ટીમની
કેપ્ટનશીપ સંભાળનારી હરમનપ્રીત કૌરે પોતાનાં નેતૃત્વમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ
જાળવ્યો હતો જ્યારે સ્મૃતિ મંધાના સતત સારી બેટિંગ કરી રહી છે અને તેણે થોડા સમય પહેલા
સંકેત આપ્યો હતો કે પેતે કેપ્ટનશીપ માટે તૈયાર છે.