કોડાય (તા. માંડવી), તા. 23 : માંડવી ખાતે તાલુકાના મોટા ભાડિયા, નાના ભાડિયા, બિદડા,
નાની ખાખર, શેખાઈબાગ અને બાગમાં વારંવાર વીજ કાપની
સમસ્યાને લઈ ખેડૂતો અને ગ્રામજને માંડવી પીજીવીસીએલ કચેરી ખાતે ધસી ગયા હતા અને જર્જરીત વાયરો બદલવા, નિયમિત
પુરવઠો આપવા માંગ કરી હતી. નાના ભાડિયા અને નાની ખાખર સબ સ્ટેશનના એ.જી. ફીડરોમાં રાત્રિના
સમયે વારંવાર વીજકાપ તેમજ લોડ સાટિંગની સમસ્યાથી ખેતીવાડીના સિંચાઈ કાર્યને અવડી અસર
થતી હતી. રોજિંદી સમસ્યાથી ખેડૂતો વાજ આવી
ગયા હતા, જેથી 6 ગામના ખેડૂતોએ માંડવી પીજીવીસીએલ કચેરીએ ધસી જઈ અધિકારીઓ ભાવિન પટેલ, વિપુલ પટેલને આવેદન આપી 6 ગામની જ્યોતિગ્રામ લાઈનોનું સમારકામ, જર્જરિત વાયરો બદલવા, પૂરતા વોલ્ટેજ સાથે નિયમિત વીજ પુરવઠો આપવા તેમજ શાળા, રહેણાંક વિસ્તારો અને ગૌશાળા નજીક આવેલા ટ્રાન્સફોર્મરની આસપાસ ફેન્સિંગ કરવાની
માંગ કરી હતી. ખેરાજભાઈ ગઢવી, ઇશ્વરભાઈ ગઢવી, પુનશીભાઈ ગઢવી, અરજણભાઈ ગઢવી, ડો. યુવરાજાસિંહ જાડેજા, નાગશીભાઇ ગઢવી, મહિપતાસિંહ જાડેજા, ભાવનાબેન ઝાલા, મહેશ ડોરૂ, રવજી
રૂડાણી, હરધોરભાઈ ગઢવી, અનિલ મોતા,
વિનોદભાઈ ગોર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
હતા.