ભુજ, તા. 23 : વીસ લાખ રૂપિયાના ચેક પરત ફરવાના
કેસમાં અબડાસા તાલુકાના હિંગરિયાના આરોપી અજિતસિંહ ખેતુભા સોઢાને માંડવી કોર્ટે તકસીરવાન
ઠેરવી બે વર્ષની સાદી કેદ તથા 40 લાખ વળતર
ચૂકવવા હુકમ ફરમાવ્યો છે. આ કેસની વિગતો મુજબ
ફરિયાદી હરિલાલ પ્રેમજી રામાણી (રહે. વિરાણી નાની,
તા. માંડવી) અને આરોપી અજિતસિંહ સોઢા વચ્ચે જમીન ખરીદ વેચાણના વ્યવહારના
સંદર્ભમાં આરોપીને 20 લાખ આપવાના
હોવાથી તેણે ચેક આપ્યો હતો. જે અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પરત ફરતાં ફરિયાદીએ
કેસ દાખલ કરતાં માંડવીની કોર્ટના જજ દેવાશું શર્માએ આરોપીને તકસીરવાન ઠેરવી બે વર્ષની
સાદી કેદ તથા ચેકની બમણી રકમ રૂા.40 લાખ ફરિયાદીને વળતર
પેટે એક મહિનામાં ચૂકવવા અને વળતર ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. આરોપી કોર્ટ સમક્ષ હાજર ન હોવાથી અદાલતે તેની સામે
બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યો છે. ફરિયાદી તરફથી એડવોકેટ કે. કે. સંઘાર હાજર રહ્યા
હતા.