• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

મીઠી રોહરમાં પાણીના ટાંકામાં પડી જતાં બાળકીએ જીવ ખોયો

ગાંધીધામ, તા. 23 : અહીંના મીઠીરોહર ઈન્દિરા નગરમાં રહેનાર ગુડિયા રામપ્રવેશ ધોબી (ઉ.વ. 3) રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી જતાં અકાળે જીવ ખોયો હતો. બીજી બાજુ ભુજના લાખોંદમાં કંપનીમાં દીવાલ પર ચડી કામ કરતા સતવિન્દરસિંઘ કરતારસિંઘ (ઉ.વ. 51) પડી જતાં તેમનું મોત થયું હતું. મીઠી રોહરના ઈન્દિરાનગરમાં ગઈકાલે બપોરના અરસામાં આ કરુણ બનાવ બન્યો હતો. અહીં રહેનાર રામપ્રવેશ ધોબીની દીકરી ગુડિયા  રમતાં રમતાં બહાર નીકળી ગઈ હતી. બાદમાં ઘણો સમય થવા આવ્યો છતાં તે પરત ન આવતાં કે કયાંય ન દેખાતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન ઘર પાસે આવેલા પાણીના ટાંકામાં તપાસ કરાતાં તેની લાશ મળી આવી હતી. આ બાળકી રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી જતાં તેણે જીવ ખોયો હતો. વધુ એક બનાવ લાખોંદમાં બી.આર.ડી. કંપની સામે આવેલી રિયોક્લે નામની કંપનીમાં બન્યો હતો. કંપનીમાં કામ કરતા આધેડ સતવિન્દરસિંઘદીવાલ ઉપર ચડીને કામ કરકી રહ્યા હતા. દરમ્યાન અકસ્માતે ઉપરથી પટકાતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd