• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

એશિયાડમાં મીરાબાઇની રૂપેરી સિદ્ધિ

ટોક્યો, તા. 23 : ભારતની સ્ટાર વેટલિફટર મીરાબાઈ ચાનૂએ એશિયન ગેમ્સ 2026માં ઈતિહાસ રચી દીધો હતો અને 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ નામે કર્યો હતો. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ મીરાબાઈનો પહેલો મેડલ છે. ગોલ્ડ મેડલ કિંમ જોંગ ઉનના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોરિયાની રી સોંગ ગુમે જીત્યો હતો. આ અગાઉ 1998મા કર્ણમ મલ્લેશ્વરીએ એશિયન ગેમ્સમાં વેટલિફ્ટિંગમાં ભારતને મેડલ અપાવ્યો હતો. આ રીતે 28 વર્ષ બાદ ભારતે ફરી મેડલ જીત્યો છે. મીરાબાઈ માટે આ સિદ્ધિ ખાસ છે કારણ કે ગયા એશિયન ગેમ્સમાં તે મેડલચૂકી ગઈ હતી અને ચોથા સ્થાને રહી હતી. આ વખતે તેણે કમી પૂરી કરતા સિલ્વર મેડલ નામે કર્યો છે. આ ચંદ્રક સાથે મીરાબાઈએ ભારતીય વેટલિફ્ટિંગ દિગ્ગજ કર્ણમ મલ્લેશ્વરીની પણ બરાબરી કરી છે. મીરાબાઈ કર્ણમ બાદ બીજી ભારતીય વેટલિફ્ટર બની છે જેણે ઓલિમ્પિક, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન અને કોમનવેલ્થ ચેમ્પિયનશિપ જેવી મોટી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં પદક જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટે કુલ 198 કિલો વજન ઉપાડયું હતું. જેમાં સ્નેચમાં 88 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 111 કિલો વજન સામેલ છે. મીરાબાઈએ 1998માં કર્ણમ મલ્લેશ્વરી દ્વારા બ્રોન્ઝ જીત્યા બાદ ભારત માટે એશિયન ગેમ્સમાં પહેલો વેટલિફ્ટિંગ મેડલ જીત્યો છે. - વુશુમાં મેડલ નક્કી : ભારતની સ્ટાર વુશુ ખેલાડી રોશિબિના દેવીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની 60 કિલો વર્ગની પ્રતિયોગીતાના ફાઇનલમાં જગ્યા બનાવી છે. સેમિફાઇનલમાં રોશિબિનાએ ઈન્ડોનેશિયાની થાનિયાને 2-0થી હરાવીને ગોલ્ડ મેડલ તરફ ડગ ભર્યું હતું. હવે રોશિબિનાનો મુકાબલો ગુરુવારે ફાઇનલમાં ચીનની ઝાંગ શિયાઓયુ સામે થશે. મુકાબલામાં જીત સાથે રોશિબિના મેડલનો રંગ બદલીને સોનેરી કરવાની તક મેળવવા આગળ વધશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd