• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામમાં 546 લાખના વિકાસકામોનો શિલાન્યાસ

ગાંધીધામ,તા.23 : અહીના કિડાણા વિસ્તારમાં   546 લાખના ખર્ચે વિવિધ માર્ગોનું નવીનીકરણ અને માર્ગ સુધારણાના  કામોનો ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો.ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે અંતરજાળ સ્કૂલ થી મુન્દ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ રસ્તા સુધી, કિડાણા ભૂકંપનગર રોડ, કિડાણા રિવર જંકશન થી તેરાપંથ રોડ, સમરસાદાદા થી જોઇનિંગ ભારાપર રોડ,રાજનગર થી પાતાળીયા હનુમાન રોડ, કિડાણા સોસાયટી એરીયા રોડ, વિગેરે વિકાસ કામોનુ ખાતમુર્હુત કરાયુ હતું.આ પ્રસંગે ધારાસભ્યે જણાવ્યુ હતુ  કે મહાનગરપાલિકા બન્યા પછી વિકાસના કામોમાં વધારો થયાછે.  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નગરના તમામ વિસ્તારો અને છેવાડા સુધી સમાજના તમામ નાગરિકોને વિકાસના લાભો પહોંચે અને સર્વાંગી વિકાસ થાય એવી યોજનાઓ તૈયાર કરી છે. ભવિષ્યમાં પણ વિકાસના કામો ચાલતા રહેશે અને હાલના વિકાસ કામોની મંજૂરી આપવા બદલ તમામ શહેરીજનો તરફથી ધારાસભ્યએ મુખ્યમંત્રીનો આભાર  વ્યકત કર્યો હતો. કાર્યક્રમમાં ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તથા દેવુભા જાડેજામનપાના સ્ટેડન્ડીંગ સમિતિનાચેરમેન તેજસભાઈ શેઠ, ભરત મીરાણી, કુલદીપસિંહ ઝાલાહંસાબેન ફુફલ, સતીબેન આહીર,વનાભાઈ રબારી, શામજી વીરડા, સિધ્ધરાજસિંહ જાડેજાબધાભાઈ આહીર, દીપકભાઈ વાઘમશી, સુરેશભાઈ ધુવા, શ્રી રામ માતંગ, કમલ શર્માબિપિન આહીર, કૃષ્ના રાવ, મિનુબેન ગોયલ, લીનાબેન ધારક સહિતના ઉપસ્થિત રહયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd