મોટી વિરાણી (તા નખત્રાણા),
તા. 23 : હાજીપીર રસ્તો
સગવડતાભર્યો બની જતા હાલમાં યાત્રાળુઓની સંખ્યા વધતા ભચાઉ હાજીપીર લાબા સમયથી બંધ પડેલી
એસ.ટી. બસ પાછી ચાલુ કરવા તેમજ નખત્રાણા ફુલાય બસને લંબાવી રાત્રિરોકાણ હાજીપીર કરે
એવી હાજીપીરના સરપંચ હાજી ઈસ્માઈલભાઈએ ભુજ અને નખત્રાણા ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત
કરી છે. ભચાઉ અને હાજીપીર પંથકના રહેવાસીઓ તથા દરગાહ શરીફ આવતા યાત્રાળુઓ/પ્રવાસીઓને
અગાઉ ભચાઉથી હાજીપીર વચ્ચે નિયમિત એસ.ટી. બસ સેવા કાર્યરત હતી, જેનાથી મુસાફરોને (આવાગમન)માં ખૂબ જ સરળતા રહેતી હતી. પરંતુ,
છેલ્લા કેટલાક સમયથી આ રૂટ પરની ચાલુ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે,
જેના કારણે સ્થાનિક ગ્રામજનો, નોકરિયાતો,
વિદ્યાર્થીઓ અને હજારો શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી
રહ્યો છે. ખાનગી વાહનોમાં મોંઘા ભાડા ખર્ચીને મુસાફરી કરવી સામાન્ય જનતા માટે આર્થિક
રીતે મુશ્કેલ બને છે. બીજીતરફ નખત્રાણાથી ફુલાય જતી સાંજની બસને હાજીપીર સુધી લંબાવવા
અને હાજીપીર રાત્રિરોકાણ કરે તે માટે પણ એક આવેદનપત્ર નખત્રાણાના ડેપો મેનેજરને સરપંચ
હાજી ઈસ્માઈલભાઈ દ્વારા અપાયો છે.