• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

ક્લેક્ટર કચેરીમાં ચિટનીસની બદલી થતાં ચર્ચાનો વિષય

ભુજ, તા. 23 : કલેક્ટર કચેરીમાં ચિટનીસની વધારાની કામગીરી સંભાળતા ભુજ શહેર મામલતદાર તેજસ પટેલને પુન: મામલતદાર તરીકે મૂકવામાં આવ્યા છે. મળેલી માહિતી પ્રમાણે ચિટનીસની જગ્યાએ મહેસૂલના નાયબ મામલતદાર અરશીભાઈને ચાર્જ સોંપવામાં આવ્યો છે. આજે થયેલા હુકમમાં કલેક્ટર કચેરીમાં અધિક ચિટનીસની જગ્યા અચાનક ભરાતાં ચર્ચાનો વિષય બન્યો હતો. અગાઉ જેમની સામે ફરિયાદો થઈ ચૂકી હતી અને આવા કારણોસર ભુજથી બદલવામાં આવ્યા હતા તેઓને ફરી કલેક્ટર કચેરીમાં બદલવાનો હુકમ થયો હોવાથી આ મુદ્દે ભારે ચર્ચા જાગી હતી. જાણકારોએ કહ્યું કે, અહીં લાવવા માટે ખાસ જગ્યા ઊભી કરવામાં આવી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd