• ગુરુવાર, 23 જુલાઈ, 2026

નલિયા-નારાયણ સરોવરથી હમનખુડી મારગ માટે રૂા. 2.10 કરોડ મંજૂર

ભુજ, તા. 22 : લખપત તાલુકાના નલિયા-નારાયણ સરોવર હાઇવે પરથી હમનખુડી જતા ચાર કિ.મી. માર્ગ માટે સરકાર દ્વારા બે કરોડ 10 લાખ મંજૂર કરાતાં ડામર રોડનું નિર્માણકાર્ય શરૂ કરી દેવાયું છે. લાંબા સમયથી સ્થાનિકોની માગણી બાદ મંજૂરી મળતાં અબડાસાના ધારાસભ્ય પી. એમ. જાડેજાના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા હતા. હમનખુડી સ્થિત ઝૂલેલાલ બાપા (દરિયાલાલ દેવ)નાં મંદિરે જતા દર્શનાર્થીઓને પણ સુલભ અવરજવરનો લાભ મળશે. કાર્યના પ્રારંભે જિલ્લા ભાજપ મંત્રી અને અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશ પલણ, જયેશ લીલાધર ચંદારાણા, નવીનભાઇ રૂપારેલે સ્થળ મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા. 

Panchang

dd