ગાંધીધામ, તા. 22 : નીટ પેપર લીક પ્રકરણ મામલે આદિપુરમાં એન.એસ.યુ.આઈ. દ્વારા વિરોધ
પ્રદર્શન કરાયું હતું. કોલેજ દ્વારા રેલીની
મંજૂરી આપવા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ
વ્યક્ત કરાયો હતો, જ્યારે કોલેજ
દ્વારા કેમ્પસમાં મંજૂરી આપી ન શકાય તેવું
જણાવાયું હતું. પોલીસે દેખાવ કરનારા કાર્યકરોની અટકાયત કરી હતી. ગાંધીધામ એન.એસ.યુ.આઈ.
દ્વારા પેપર લીકની ઘટનાથી લાખો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું હોવાનું જણાવ્યું હતું અને આ આંદોલનાત્મક
કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રના શિક્ષણમંત્રી
ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની માંગ કરાઈ હતી. એન.એસ.યુ.આઈ. દ્વારાઅગાઉ કોલેજ પરિસરની અંદર રેલી યોજવાની મંજૂરી અપાઈ હોવાનો
દાવો કરાયો હતો. દરમ્યાન, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય
સુશીલ ધર્માણીએ એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો દ્વારા ધમકી અપાઈ હોવાથી પોલીસ રક્ષણની માંગ કરાઈ
હતી, જેથી તોલાણી કેલેજ પાસે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
આ દરમ્યાન વિરોધ પ્રદર્શન કરનારા કાર્યકરોની અટકાયત કરાઈ હતી. કોલેજ દ્વારા એન.એસ.યુ.આઈ. સામે ખોટા આક્ષેપ કરી પોલીસ
અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે કોલેજના આચાર્ય ડો. સુશીલ
ધર્માણીએ જણાવ્યું હતું કે એન.એસ.યુ.આઈ.ને કાકા તોલાણીની સમાધિ પાસેથી કોલેજની અંદર
રેલી યોજવાની માંગ કરી હતી. કોલેજની બહાર રેલી
યોજવા કહેવાયું હતું. પરિસરમાં નિયમ
મુજબ મંજૂરી આપી જ ન શકાય તેવું તેમણે ઉમેર્યું હતું. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના
ઉપપ્રમુખ નિતેશભાઈ લાલન, ગાંધીધામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રાસિંહ
ઝાલા, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધાસિંઘ ચૌધરી,
ગાંધીધામ એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ મયૂર સૂંઢા, ગાંધીધામ
મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉમાબેન સૈની, બેલાબેન જોષી, જુમાબેન મહેશ્વરી, ગાંધીધામ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખ
વિજય સૂંઢા, મહામંત્રી પરેશ ફુફલ, મંત્રી
રોનક ભર્યા, મંત્રી જિતુ રોશિયા, હબીબ બફણ,
દીપક ધેડા, ભરત સોઢા, સમીર
દાગડિયા, હેમંત ફુફલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા
હતા.