કોડાય (તા. માંડવી), તા. 22 : `કચ્છમિત્ર'ની 80મી વર્ષગાંઠ નિમિત્તે તલવાણા ખાતે ઈશ્વરેશ્વર ગૌસેવા અને વિવિધલક્ષી
ટ્રસ્ટ સંચાલિત ગૌમાતા આરાધ્યધામ (પાંગળાઘર) ખાતે ગૌપૂજન, વૃક્ષારોપણ, સંતોના આશીર્વચન
અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે કચ્છમિત્રની આઠ દાયકાની
જનસેવાને બિરદાવાઇ હતી. કાર્યક્રમની શરૂઆત સંતોના હસ્તે ગૌપૂજન અને દીપપ્રાગટ્યથી કરવામાં
આવી હતી. પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ગૌશાળા પરિસરમાં 600 વૃક્ષોનાં આયોજન અંતર્ગત પ્રતીકરૂપે
વૃક્ષારોપણ કરાયું હતું. સંસ્થાના મેનાજિંગ ટ્રસ્ટી હરાસિંહ જાડેજાએ ગૌશાળાની છેલ્લા
નવ વર્ષમાં સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ ગૌમાતા આરાધ્યધામ નિર્માણ અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે સ્વ. હરિલાલ જેઠાલાલ પોલડિયા તથા સ્વ. યજ્ઞેશભાઈ હેમચંદ દેઢીયાને શ્રદ્ધાંજલિ
અર્પણ કરી તેમના પરિવારજનોને સ્મૃતિપત્ર અપાયા હતા. મણિલાલભાઈ દેઢિયા અને મણિલાલભાઈ
અમૃતિયાનું સન્માન કરાયું હતું. કોડાય ગુરુકુળના સંચાલક શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજીએ
જણાવ્યું હતું કે, `કચ્છમિત્ર'એ હંમેશાં કચ્છના પ્રશ્નો, સમાજ અને જનહિતની ચિંતા કરી છે, જે ખૂબ જ પ્રશંસનીય કાર્ય
છે. ભુજ મંદિરના સ્વામી જગતવિહારીદાસજીએ જણાવ્યું હતું કે, છેલ્લા
નવ વર્ષથી ગૌશાળામાં નિરાધાર, અપંગ અને બીમાર પશુઓની નિષ્ઠાપૂર્વક
સેવા થઈ રહી છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. માંડવી મંદિરના
સ્વામી ભક્તિપ્રિયદાસજીએ ગૌસેવા સર્વોત્તમ સેવા છે અને અહીં આશરે 900 જેટલા પશુઓની સેવા થઈ રહી છે.
સ્વામી ભક્તિચરણદાસજી, સ્વામી સંતદાસજી,
સ્વામી ચંદ્રપ્રકાશદાસજી, સ્વામી યોગેશ્વરસ્વરૂપદાસજી
તેમજ કથાકાર નિરંજનભાઈ વ્યાસ સહિતનાએ આશીર્વચન આપ્યા હતા. મંચસ્થ તલવાણાના સરપંચ કનુભા
જાડેજા, મેનાજિંગ ટ્રસ્ટી જગદીશાસિંહ જાડેજા, ડો. યુવરાજાસિંહ જાડેજા, લાલજીભાઈ ભંડેરી, સુરેન્દ્રભાઈ દેઢિયા, નીલેશભાઈ દેઢિયા, પ્રકાશભાઈ દેઢિયા, પોપટભાઈ ફુરિયા, પરેશ દેઢિયા, નરેશ દેઢિયા, અંકિતાબેન
દેઢિયા, ઉમેશ દામજી અને કિરીટાસિંહ જાડેજા, ડો. પ્રકાશ રાજપૂતનું સન્માન કરાયું હતું. મુંબઈથી સંસ્થાના પ્રમુખ તલકચંદભાઈ
દેઢિયાએ ગૌશાળાની પ્રવૃત્તિઓ મુંબઈ, કચ્છ અને ગુજરાત સહિત દેશ-વિદેશના
દાતાઓના સતત સહયોગથી પ્રગતિ કરી રહી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે `કચ્છમિત્ર'ના સ્થાનિક પ્રતિનિધિ જીવરાજ ગઢવીનું વિશેષ સન્માન
કરવામાં આવ્યું હતું. કચ્છમિત્રના પ્રતિનિધિ તરીકે આત્મીયતાથી સમાજને જોડવાનું કાર્ય
કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં કોડાય પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી.
ખરાડી, ક્ષત્રિય સમાજના વિક્રમાસિંહ જાડેજા, કૌશિકભાઈ ગાંધી, અરાવિંદભાઈ મોતા, એમ. એલ. કોડરવી, કલ્યાણજીભાઈ ગાજપરિયા, શામળાભાઈ ગઢવી, ભાવેશભાઈ ઠક્કર, હરાસિંહ ભાણજીભા જાડેજા, હરખચંદ ગાલા, અંજુભાઈ સાવલા, ડી. પી. કટારા, હીરલબેન ગઢવી, રમેશભાઈ સાવલા, કાંતિભાઈ
ગડા, પથુભા રાઠોડ, વસંતભાઈ પોલડિયા,
કોડાય જૈન જીવદયા ગ્રુપના સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. માંડવી વન
ખાતાનો સહયોગ રહ્યો હતો. સન્માનપત્રનું વાંચન ગિરીશભાઈએ કર્યું હતું. સંચાલન નાગાજણભાઈ
ગઢવીએ કર્યું હતું. ટ્રસ્ટી કાંતિભાઈ અમૃતિયાએ
આભારવિધિ કરી હતી. વ્યવસ્થા કાંતિ અમૃતિયા, કિરીટાસિંહ જાડેજા,
ભીમજીભાઈ કેરાઈ, મમુભા જાડેજા, મહિપાલાસિંહ જાડેજા, ભરતાસિંહ જાડેજા, હરદેવાસિંહ જાડેજાએ સંભાળી હતી.