અંજાર, તા. 22 : અંજારપંથકના વિવિધ મુદા ઉપર અંજાર ભાજપના પ્રતિનિધીમંડળે મુખ્યમંત્રી અને નાયબ
મુખ્યમંત્રી સાથે વિચાર વિર્મશ કર્યો હતો.
દરમ્યાન રાજય સરકાર હકારાત્મક અભિગમ
દર્શાવ્યો હતો. શહેર ભાજપ અને અંજાર નગરપાલિકાના પદાધિકારીઓ એ તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ની એક શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ બીજલભાઇ છાંગા ની આગેવાની હેઠળ
શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ,અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકા, મહામંત્રી ક્રિપાલાસિંહ રાણા,
મહામંત્રી અશ્વિનભાઈ સોરઠીયા
તથા અંજાર નગરપાલિકાના ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, કારોબારી
સમિતિ ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા, શાસક પક્ષના નેતા આશિષભાઈ ઉદવાણી,
દંડક ગીરીશભાઈ પરમાર સહિતના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંધવી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધીમંડળે અંજાર શહેર તેમજ સમગ્ર
વિસ્તાર ના વિવિધલક્ષી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અત્રે
ઉલ્લેખનીય છે કે, જ્યારે
રાજ્યમંત્રી, શહેર ભાજપ પ્રમુખ કે નગરપાલિકા ના પ્રમુખ તરફથી જે કંઈ રજૂઆત કરાઈ છે ત્યારે
હકારાત્મક રીતે સકારાત્મક પરીણામ સાંપડયુ છે.