મુંબઈ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : ધી
હેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડીએલએસ મુંબઈ દ્વારા યોજાયેલા દિવ્યાંગ સશક્તીકરણ અભિયાન
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યપાલ જિષ્ણુદેવ વર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત રાષ્ટ્ર બનાવવાની
હાકલ કરી છે, જે સબકા સાથ વિના સંભવ નથી. હેતુ ટ્રસ્ટના સેક્રેટરી
અને સમારોહના સંયોજક રીખબ જૈને જણાવ્યું હતું કે, રાજ્યપાલના
હસ્તે 100 વ્હીલચેર, 50 સિલાઈ મશીન
અને 100 એઆઇ સ્માર્ટ ચશ્માં એનાયત કરાયાં
છે. 2026ના વર્ષમાં 100 દિવ્યાંગને નોકરી અપાવીશું.
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ શ્યામ સી. ચાંડકે બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ મકરંદ સુબાષ કાર્સાકે
તથા રાજ્યના કેબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. હેતુ ટ્રસ્ટના
પ્રેરક અને નિવૃત્ત જસ્ટિસ કે.કે. તાતેડે જણાવ્યું કે, જીવનમાં પડકારનો સામનો કરતા લોકોને હેતુ ટ્રસ્ટ
સહાય કરે છે. આ વખતનો હેતુ ગૌરવ પુરસ્કાર નરેન્દ્ર રાઠીને એનાયત કરાયો હતો. પ્રવીણ
કોઠારી, દેવેન્દ્ર જૈન, વિમલ ગોયલ અને રાકેશ
પંસારીનું સ્મૃતિચિહ્ન વડે સન્માન કરાયાં હતાં. આભારવિધિ પી. જી. તપડિયાએ કરી હતી.