• બુધવાર, 22 મે, 2024

જડોદર ખાતે વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના

નખત્રાણા, તા. 19 : તાલુકામાં ખેતરપાળ દાદાના મંદિર જડોદર મુકામે 30મો પાટોત્સવ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ખેતરપાળ દાદાના ભોઈમા દેવકુંવરબા જાડેજા દ્વારા રાબેતા મુજબ પૂજા અર્ચના અને જળ અભિષેક તેમજ ધજા રોહણવિધિ વિધાન અને મંત્રોચ્ચારથી કરી પૂજન વિધિ કરવામાં આવી હતી.પૂજન વિધિના આચાર્ય તરીકે સુભાષભાઈ જોશી તેમજ દિલીપભાઈ જોશી રહ્યા હતા. ખેતરપાળના ભાવિક ભક્તો દ્વારા આગલા દિવસથી મંદિર શણગાર તેમજ દાતાઓ દ્વારા મહાપ્રસાદ પણ યોજાયો હતો. 800થી 1000 ભક્તો દ્વારા  સેવા કરવામાં આવી હતી. લાલાભાઇ હેમંતભાઈ કાનાણી ધણીબાવા પરિવાર મહાપ્રસાદ અને મંદિર શણગારના દાતા રહ્યા હતા. બપોરે સંગીતમય મહાઆરતી ઉતારવામાં આવી હતી. મેહુલ કિશોરભાઈ પલણ નખત્રાણા આરતી ઉતારી સમગ્ર માનવજાત માટે કલ્યાણ અર્થે દાદાને અરજ કરવામાં આવી હતી. આયોજનમાં કોટડા જડોદર જાડેજા મોકરાસિંહ પરિવારે ભક્તો સાથે પોતાની સેવા આપી હતી. યજ્ઞમાં શ્રીફળ અર્પણ કરી દેવના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા જેનામાં સંગીતમય મહારાસ દાંડિયારાસ પણ યોજાયા હતા. ભક્તો દ્વારા સમગ્ર વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થના કરવામાં આવી  હતી. જાડેજા કાનજી કારુભા દ્વારા ખેતરપાળ મંદિર દ્વારા સેવકોનું અભિવાદન સન્માન કર્યું હતું. નખત્રાણા તાલુકા પંચાયતના ચેરમેન ઉત્પલાસિંહજી જાડેજા હાજર રહ્યા હતા.પ્રફુલભાઈ ગટા દ્વારા રસોડા સમિતિમાં તેમજ મંદિરની દેખરેખ માટે સાગરભાઇ દિનેશભાઈ કતીરા દ્વારા સેવાઓ આપવામાં આવી હતી સમસ્ત પ્રોગ્રામનું સંચાલન મહેન્દ્રભાઈ ગટા દ્વારા કરવામાં આવ્યું હતું એવું મનુભા કાનુભા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગાભુભા પ્રાગજી જાડેજા તેમજ નવદુર્ગા મિત્ર મંડળના પ્રમુખ દીપસંગજી પાચુભા જાડેજા અને મોકરસી પરિવારનું માર્ગદર્શન રહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang