• ગુરુવાર, 02 મે, 2024

મણિનગર સ્વામિનારાયણ મંદિરે અખંડ ધૂનના પ્રારંભે ભાવિકો ઊમટયા

મણિનગર, તા. 18 : સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની 243મી પ્રાગટય જયંતીએ 24 કલાક અખંડ ધૂનનો પ્રારંભ કરાયો હતો. સાથોસાથ દેશ- વિદેશના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મંદિરોમાં અખંડ ધૂન શરૂ કરાઈ હતી. મણિનગર સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટય જયંતીએ અખંડ ધૂનના પ્રારંભ પહેલાં સદ્ગુરુ સંતો મહાપૂજામાં સ્વમિનારાયણ બાપા સ્વામીબાપા સમક્ષ બેસીને પૂજન-અર્ચન કરીને અષ્ટોત્તરશતનામથી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે પૂજન-અર્ચન કરી આરતી ઉતારીને 24 કલાક અખંડ ધૂનનો શુભારંભ કરાયો હતો. સંતો અને હરિભક્તોએ ઉલ્લાસભેર વિવિધ રાગના ઢાળમાં `સ્વામિનારાયણ' મહામંત્રની અખંડ ધૂનને ગાઈને ઉત્સવ કરતા પ્રભુ પ્રસન્નતા પ્રાપ્ત કરી રહ્યા છે. દેશ-વિદેશના અસંખ્ય હરિભક્તો અખંડ ધૂનમાં જોડાઈને સ્વામિનારાયણ બાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી રહ્યા છે, તેવું સં.શિ. ગુરુપ્રિયદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang