• ગુરુવાર, 02 મે, 2024

સત્યકર્મ મનુષ્યને આત્માની ઓળખ કરાવતું હોવાની શીખ

વિથોણ (તા. નખત્રાણા), તા. 18 : સત્યકર્મ મનુષ્યને આત્માની ઓળખ કરાવે છે તેવી વાંઢાયની સતયુગી કથામાં શીખ અપાઈ હતી. વાંઢાયના ઈશ્વર આશ્રમ ખાતે આજથી મહર્ષિ અરવિંદ રચીત સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો જેના વકતા અશ્વિનભાઈ કાપડીયા કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાશ્રવણ માટે વાંઢાય ઉપરાંત દેશલપર, જીયાપર, કુરબઈ, આણંદસર અને રાજ્યભરમાંથી અનેક ભાવિકો આવ્યા હતા. જગદીશભાઈ શામજી વાસાણી પરીવારના યજમાનપદે કથાનું આયોજન કરાયું છે. ઈશ્વર આશ્રમના વર્તમાન મહંત મોહનદાસજી ગુરૂ કરશન રામજીના વડપણ હેઠળ ભાવિકો માટે સાત દિવસ આશ્રમ પરીસર ખુલ્લું મુકાયું છે. જેમાં આવતા ભાવિકો માટે રહેવા જમવાની સુવિધા ઉભી કરાઈ છે. વકતા અશ્વિનભાઈએ વ્યાસપીઠ ઉપરથી ધર્મપ્રેમીઓને જીવન જીવવાનો માર્ગ બતાવતા જણાવ્યું કે જીવનમાં સુખ અને દુ: આવવાના છે કષ્ટ તો ભગવાન રામ તેમજ કૃષ્ણને પડયું હતું તો આપણે તો મનુષ્ય છીએ માટે કર્મોની સજા શરીર અને આત્માને ભોગવવી પડે છે માટે સત્કાર્ય પ્રભુની ભક્તિ કરવાથી આધિ, વ્યાધિ દુર થાય છે. કથાની વ્યવસ્થા સંભાળવા આજુ-બાજુના ગામના ભાવિકો આશ્રમના સેવકોનો સહયોગ મળી રહ્યો છે તેવું મહંત મોહનદાસ બાપુએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang