• ગુરુવાર, 02 મે, 2024

મદનપુરા ગામે જળસિંચન ક્ષેત્રે પંથકને અનેરો રાહ ચીંધ્યો

કોડાય (તા. માંડવી), તા. 18 : મદનપુરા ગામે ભગવાન લક્ષ્મીનારાયણના 84મા પાટોત્સવ નિમિત્તે જળસંચયનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે. ગામને નંદનવન બનાવતા 10 એકરમાં સવા પાંચ લાખ લિટરની ક્ષમતાના તળાવનું 75 ટકા કામ પૂર્ણ થયું છે. જળસિંચન ક્ષેત્રે પંથકભરને અનેરો રાહ ચીંધતા કચ્છ ગ્લોબલ  સંસ્થાનાં માર્ગદર્શન અને નેજા હેઠળ આકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા મુંબઇ, મદનપુરા, કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના સહયોગથી 10 એકરમાં સવા પાંચ લાખ કરોડની ક્ષમતા ધરાવતા ઉમિયામાં સરોવરનું 75 ટકા કામ પૂર્ણ થઇ?ગયું છે. અગાઉ પણ ગામની સીમમાં દાતાના સહયોગથી ત્રણ?ચેકડેમ બનાવાયા છે અને હાલ ગામનું પ્રથમ જળમંદિર બનતાં ગ્રામજનો અને પશુ-પક્ષીઓને ઉપયોગી નીવડશે. મુંબઇ-મદનપુરા, કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના મહામંત્રી શાંતિલાલ રતનશી રૂડાણીએ ગામના પાણીનું તળ ઊંચું લાવવા સક્રિય સંસ્થાઓ, ગામના દાતા- શ્રેષ્ઠીઓનો આભાર વ્યક્ત કરતાં કચ્છમાં પાણીનો સંગ્રહ મોટા પ્રમાણમાં થાય અને ભૂજળ ઊંચા આવે તો ઠેરઠેર નંદનવન બને અને ખેતી ક્ષેત્રે સમૃદ્ધિ આવે. અહીં સરોવર બનવાથી આજુબાજુના વિસ્તારમાં વરસાદથી થતું ધોવાણ-પાકનું નુકસાન અટકશે. મુંબઇ સમાજના પ્રમુખ મોહનભાઇ રામજિયાણીએ જળ જીવન હોવાથી કાર્યને બિરદાવી ખેડૂતો, ગ્રામજનો સાથે અબોલા જીવો, પક્ષીઓને પણ? જળમંદિર તૃષ્ણા સંતૃપ્તિ આપશે, તેવું જણાવ્યું હતું. જળ?ક્રાંતિના પ્રણેતા દેવાંધભાઇ ગઢવી (નાના ભાડિયા) આવનારા સમયમાં પાણીની મોટી સમસ્યા ઉદ્ભવાની છે ત્યારે ગ્લોબલ કચ્છ અને આકાર ચેરિટેબલ ટ્રસ્ટ, મદનપુરા લક્ષ્મીનારાયણ સનાતન સમાજ જેવી સંસ્થાઓ કચ્છના અંતરિયાળ ગામોમાં જળસંગ્રહ ક્ષેત્રે આગળ આવી છે, જેથી અનેક ગામડાંઓમાં પાણીનાં તળ ખૂબ ઊંચાં આવ્યાં છે. જળસંગ્રહ ક્ષેત્રે આવેલી જાગૃતિથી કચ્છની ખેતીમાં અનેરી સમૃદ્ધિ આવશે અને કચ્છના લોકોને મીઠા ફળ મળશે. સ્થાનિક પ્રમુખ રમણીક સેંઘાણીએ ગામમાં નિર્માણાધીન તળાવની જાળવણી પણ ગ્રામજનો કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તળાવની ફરતે વૃક્ષોનું જતન કરાશે, તેવું ગામના આગેવાનોએ જણાવ્યું હતું. તળાવની મુલાકાત વેળાએ ગામ અગ્રણી જીવરાજભાઇ રામજિયાણી, રતનશી રંગાણી, પરબત રામજિયાણી, રમણીક સેંઘાણી, વીરેન્દ્રભાઇ રામજિયાણી, ભરત રૂડાણી, જીતુભાઇ?ચોપડા, નીતેશ?રામજિયાણી, ભાવેશ માવાણી, ડો. માવાણી સહિતનાં ગામના આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang