• ગુરુવાર, 02 મે, 2024

ભાનુશાલી મહાજન-માંડવી દ્વારા ઓધવરામ જયંતી, સરસ્વતી સન્માન, રામનવમી ઊજવાઇ

માંડવી, તા. 18 : ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવક મંડળ માંડવીના સંયુક્ત ઉપક્રમે વિઠ્ઠલવાડી ખાતે 135મી ઓધવરામ જયંતી, 28મા સરસ્વતી સન્માન અને રામનવમીની ઉજવણી કરાઇ હતી. સૌપ્રથમ દ્વારાના સંત કરશનદાસ અને મહાજન અગ્રણી તથા દાતા પરિવાર દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું. જ્ઞાતિની બાલિકાઓ દ્વારા ઓધવરામ બાપાની કૃતિ રજૂ કરાઇ હતી. સરસ્વતી સન્માનના મુખ્યદાતા હરિલાલ કોરજી દામા દ્વારા જ્ઞાતિના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલા વિદ્યાર્થીઓને ઇનામ અને મેડલ અપાયા હતા. બાલમંદિરના વિદ્યાર્થીઓને સ્વ. પુરુષોત્તમ મેઘજી નંદા પરિવારના રૂક્ષ્મણીબેન દ્વારા પ્રોત્સાહક ઇનામો અપાયા હતા. રોકડ પુરસ્કારના દાતા સ્વ. ખીમજી દામજી કટારમલ પરિવાર અને માસ્ટર ડિગ્રીના પ્રોત્સાહક દાતા ઇશ્વરલાલ માધવજી નંદાએ લાભ લીધો હતો. સમાજના વિદ્યાર્થીઓને નોટબુક તથા પુસ્તકોના કાયમી દાતા સ્વ. ધનલક્ષ્મીબેન અશ્વિનકુમાર મંગેના પુત્ર સ્વ. ધવલકુમાર અને પુત્રી સ્વ. વિનીબેનને પણ?પાયાના પથ્થર તરીકે યાદ કરાયા હતા. ઓધવરામ બાપાની આરતીના ચડાવાનો લાભ બ્રહ્મપુરી ભાનુશાલી યુવા ગ્રુપે લીધો હતો. બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઓધવરાસ રમી મહાપ્રસાદનો લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા મહાજન પ્રમુખ જયેશભાઇ હુરબડા, યુવક મંડળ પ્રમુખ?મનોજભાઇ મંગે, મયૂર નંદા, ઈશ્વર નંદા, નરેશ?ગજરા, કિશન ગજરા, વિજય મેંગર, જગદીશ?ધીરાઉં, ઇશ્વર માવ, ધનજી મંગે, રાજેશ મીઠિયા, વિજય કટારમલ, લાલજીભાઇ કટારમલ, ગિરીશ ગજરા, મહિલા પ્રમુખ ભાવનાબેન નંદા, હંસાબેન કટારમલ, દીપાબેન મેંગર, ભાવિકાબેન મંગે, રીમાબેન હુરબડા, વર્ષાબેન કટારમલ, શિલ્પાબેન ગજરા, દક્ષાબેન કટારમલ વિ. હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang