• ગુરુવાર, 02 મે, 2024

માધાપરના યુ.કે. સ્થિત દાતા દ્વારા ભુજની લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ યંત્ર અપાયું

ભુજ, તા. 18 : માધાપરના વતની અને યુ.કે. નિવાસી માવજીભાઇ કાનજી દબાસિયા અને સકુબેન માવજી દબાસિયા પરિવાર તરફથી પિતા સ્વ. કાનજીભાઇ આંબા દબાસિયા, માતા સ્વ. જશુબાઇ?કાનજી દબાસિયા, સ્વ. રામજીભાઇ?પ્રેમજી કેરાઇ, સ્વ. શામબાઇ?રામજી કેરાઇના આત્મશ્રેયાર્થે લાયન્સ હોસ્પિટલ ભુજને રૂા. 7,50,000નું ડાયાલિસીસ મશિન અને 178મા ફ્રી મેગા આઇ કેમ્પની ભેટ અપાઇ હતી. ત્રિ-દિવસીય આઇ?કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ ગામોમાંથી આવેલા 88 જરૂરિયામંદ દર્દીના આંખના ફ્રી ઓપરેશન કરાવાયા હતા. ડાયાલિસીસ મશિનનું રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દાતા પરિવારના જાદવજીભાઇ કાનજી દબાસિયા અને રતનબેન જાદવજી દબાસિયા, કિશોરભાઇ માવજી દબાસિયા અને ભારતી કિશોર દબાસિયા, રસીલા લધા, જાશ્મીન કિશોર દબાસિયા અને મીરાં કિશોર દબાસિયા, રોહન લધા અને નાયા લધા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન અરજણભાઇ જખુ હીરાણી અને સામબાઇ?અરજણ હીરાણી, ગીતાબેન મનજી મેઘાણી, પ્રવીણભાઇ ખોખાણી, શાંતાબેન પ્રવીણ ખોખાણી, નીતિન ઠક્કર, વાડીલાલ ઠાકરાણી, કચ્છ કડવા પાટીદાર સમાજ ભડલીના પ્રમુખ બેચરભાઇ?ઠાકરાણી, લાયન્સ ક્લબ ઓફ?ભુજના અભય શાહ, શૈલેન્દ્ર રાવલ, ઉમેશ પાટડિયા, જય કંસારા, વ્યોમા મહેતા ઉપસ્થિત રહ્યા હતા. સર્વેએ હોસ્પિટલના વિભાગોની મુલાકાત લઇ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી હતી. દાતા પરિવારનું સ્વાગત કરાયું હતું જ્યારે અન્ય ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના અલગ-અલગ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા ફ્રી આઇ?ચેક કેમ્પનું આયોજન કરી સેંકડો લોકોના ચેકઅપ બાદ દર્દીઓને ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતાં તેઓને લાયન્સ હોસ્પિટલ ભુજમાં ફ્રી ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના ચેરમેન ભરત .?ડી. મહેતાએ હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. સંચાલન ચેતન ચૌહાણ અને પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મીના મહેતાએ સેવા આપી હતી. આભારવિધિ અશ્વિન સોલંકીએ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના કેમ્પમાં માધાપરના સવિતાબેન વેલજી ગામીના સહયોગથી યોજાયેલા મેગા આંખ નિદાન કેમ્પમાં 93 દર્દી જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang