• શુક્રવાર, 03 મે, 2024

કચ્છમાં જીવદયાનાં કાર્યો સાથે રામનવમીની ઉજવણી

ભુજ, તા. 18 : કચ્છમાં રામનવમીએ વિવિધ સંસ્થાઓ દ્વારા જીવદયાનાં કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી. - ઝૂંપડે-ઝૂંપડે મીઠાઇ પેકેટ વિતરણ  : અહીંની માનવજ્યોત સંસ્થા દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાના સહયોગથી 101 શ્રમજીવિક પરિવારોને અડધો કિલો મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર વ્યવસ્થા ગાવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, પ્રબોધ મુનવર, પૃથ્વીરાજાસિંહ જાડેજા, આનંદ રાયસોની, મનસુખભાઇ નાગડા, શંભુભાઇ જોષી, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર, રફીક બાવાએ સંભાળી હતી. - ભુજમાં રામ જન્મોત્સવ ઉજવણી : શહેરના સરપટ નાકા-જ્યુબિલી હોસ્પિટલના પરિસરમાં આવેલા ભૂલેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત રામ દરબારમાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પૂજારી રાજુભાઈએ આરતી ઉતાર્યા બાદ ભક્તોએ પારણામાં રામલલ્લાને ઝુલાવીને આનંદની લાગણી વ્યકત કરી હતી. સરપટનાકા ઉપરાંત ભીડનાકા બહાર દેવીપૂજક વિસ્તાર અને નાગનાથ મહાદેવ મંદિરમાં પણ રામોત્સવની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. - સૂર આરાધના મ્યુઝિકલ ક્લબ : ક્લબના પ્રમુખ પૂજાબેન અયાચી દ્વારા   રામનવમીએ એમ્પાયર ટાવર સંસ્કારનગર પાસે આવેલા ચબૂતરામાં પક્ષીને ચણ, હમીરસરમાં માછલીને લોટ, લાખોંદ પાટિયે ગીર ગૌશાળામાં  ગ્રુપ દ્વારા ગાયને 50 મણ લીલાચારાનું નીરણ કરવામાં આવ્યું હતું. કાર્યમાં ઉપપ્રમુખ જિજ્ઞાબેન ડાભી, મંત્રી ભાવેશભાઈ ઠક્કર, ઉષાબેન ઠક્કર, ખજાનચી ભગીરથ ધોળકિયા, રસિકભાઈ મકવાણા, હીનાબેન સોની, રક્ષાબેન ઠાકર તેમજ રીનાબેન ઠક્કર જોડાયા હતા. - કલાવૃંદ ક્લબ દ્વારા ઉજવણી : અહીંની કલાવૃંદ ક્લબના ઉપક્રમે પ્રમુખ અશોકભાઈ માંડલિયાનાં અધ્યક્ષપદે રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી.  ક્રાંતિબેન ધોળકિયા, હેમાલીબેન માંડલિયા, પ્રેમ બહાદુર હમાલ, વીણાબેન માંડલિયા, ઉમેશભાઈ બારૈયા, ટીઆના માંડલિયા, યોગેશભાઈ ભટ્ટ, આશિષભાઈ વૈધ, જયાબેન તેજવાણી, જયંત શાહ, જગદીશ તેજવાણી તથા અશોકભાઇ માંડલિયાએ રામના ભજન રજૂ કર્યાં હતાં. - કુકમામાં શોભાયાત્રા નીકળી : કુકમા ખાતે હિન્દુ યુવા સંગઠન ભારત તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રા રાધેક્રિષ્ના મંદિર નજીકથી કાઢવામાં આવી હતી. ધર્મસભા, મહાઆરતી સાથે હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, કલ્પેશ ગોસ્વામી (ડીજીપી કચ્છ), ત્રિકમ વાસણભાઈ આહીર, સંગઠનના જિલ્લામંત્રી રણછોડભાઈ આહીર, પૂર્વ કચ્છ અધ્યક્ષ રાણાભાઈ આહીર, પશ્ચિમ કચ્છ અધ્યક્ષ જયપાલસિંહ જાડેજા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ રસીલાબેન રાઠોડ, .. ભરતસિંહ સોઢા, જયનેશ વરૂ, દેવરાજ ચાવડા, પૂજારી કિરણ મારાજ, સમસ્ત હિન્દુ સમાજના વિવિધ અગ્રણીઓ, ભાઈ-બહેનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. - દુધઈ લોહાણા મહાજન : દુધઈ : લોહાણા મહાજન દ્વારા ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બપોરે રામ દરબાર મંદિરે પૂજારી રમણીકગિરિ દ્વારા મહાઆરતી કરાઇ હતી. ત્યારબાદ મહાપ્રસાદ  યોજાયો  હતો. આયોજનને સફળ બનાવવા દુધઇ લોહાણા મહાજન, યુવક મંડળ તથા મહિલા મંડળે સહયોગ આપ્યો હતો. ઉપરાંત જૂની દુધઇ ખાતે પણ શોભાયાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બપોરે મહાઆરતી બાદ સમૂહપ્રસાદ બાલકભારથીના ધૂણા પર રાખવામાં આવ્યો હતો. તેમજ બુઢારમોરા, ચાંદ્રાણી, કોટડા ખાતે પણ રામ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી.   - મુંદરા સુંદરકાંડ પાઠ : સુંદરકાંડ પાઠ સમિતિ દ્વારા સતત નવમા વર્ષે કલાપૂર્ણ આશિષ બારોઈ ખાતે રામચરિત માનસ અખંડ પારાયણ શરૂ કરાઈ હતી.  સવારે કળશ સ્થાપના અને  સંગીતમય રામચરિત માનસ અખંડ પારાયણનો આરંભ થયો હતો.  બીજા દિવસે સાંજે ચાર વાગે સત્યનારાયણ વ્રત કથા અને સાંજે 5 વાગ્યે હવન, આરતી તેમજ સાંજે સંધ્યા ભજન અને  મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. - રામકૃષ્ણ શારદા સેવાશ્રમ -અંજાર    : મંદિરમાં રામનામની સમૂહ  ધૂન અને  પાઠ કરવામાં આવ્યા હતા. સાંજે આરતી, હનુમાન ચાલીસાના અખંડ પાઠ  કરાયા હતા. પ્રસંગે દાતાના સહયોગે  જરૂરતમંદોને રાશનકિટનું વિતરણ કરવામાં  આવ્યુ  હતું. આર્યન ભાટિયા, સુરેશ છાયા, જીતુભાઈ દવે,  કૌશિક શાહ, હસમુખભાઈ પંડ્યા સહયોગી થયા હતા. - ભુજ લોહાણા યુવા મંડળ : ભુજના વોકળા ફળિયા સ્થિત રામ મંદિર ખાતે લોહાણા યુવા મંડળ આયોજિત કાર્યક્રમમાં પૂજા-અર્ચના ઉપરાંત મહા આરતી સહિતના કાર્યક્રમો રાયમંગ્યા પરિવાર (નલીયા હાલે ભુજ)ના પ્રેમીલાબેન પ્રફુલ્લભાઈ તથા હેતલબેન અંકિતભાઈના સહયોગથી સંપન્ન થયા હતા. પ્રસંગે સમાજ પ્રમુખ ડો. મુકેશ ચંદે, મંત્રી હિતેશ ઠક્કર, ભુજ પૂર્વ નગરપતિ ઘનશ્યામ ઠક્કર, યુવા મંડળના પ્રમુખ જીગર કોટક, મંત્રી અંકિત ઠક્કર, ઉપપ્રમુખ નીલ સચદે, કોમર્શીયલ  બેંકનાં ચેરમેન ધીરજ ઠક્કર, ગૌતમ શેઠિયા, ગોદાવરીબેન ઠક્કર, મહિલા મંડળના સદસ્યો સહિતના આગેવાનો સાથે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. યુવા મંડળના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. - માંડવી લોહાણા મહાજન દ્વારા `રામનવમી' ઉજવણી : માંડવી લોહાણા મહાજન દ્વારા લોહાણા મહાજન વાડીથી જ્ઞાતિના ભાઈ-બહેનોની બાઈક રેલીને પ્રમુખ શૈલેષભાઈ મડીયારે પ્રસ્થાન કરાવ્યું હતું. રામમંદિર (બાંડીયાવાળી ધર્મશાળા) ખાતે પહોંચેલી હતી. ત્યારબાદ રામમંદિરે ભજન-રામધૂન અને બપોરે 12:00 વાગ્યે આરતી કરવામાં આવી હતી. જીતેન્દ્ર જમનાદાસ બાવળ (મૂળ-માંડવી, હાલે-ભુજ) પરિવાર તથા શૈલેષ રતિલાલ મડીયાર પરિવાર તરફથી સમૂહ ફળાહારનું આયોજન કરાયું હતું. ઉપપ્રમુખ દિલીપ ઠક્કર, મંત્રી પ્રવિણભાઈ પોપટ, ધર્મેન્દ્ર કોટક, હિતેશ સોમૈયા, સુરેશ ઠક્કર, નિદિત ભીંડે, ભાવિન ગણાત્રા, દિનેશ કતિરા, હાર્દિક રાયચંદા, અશોક ઠક્કર, જીગર કોટક તથા સલાહકાર કિશોરભાઈ ભીંડે, અનિલભાઈ તન્ના, યુવક મંડળના સ્મિત ઠક્કર, જીગર તન્ના, હેમાલીબેન તથા ધારાબેન બાવળ વિ. બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ગોકુલભાઈ તન્ના, ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી, ડો. આદિત્ય ચંદારાણા, ડો. સંજયભાઈ કોઠારી, ડો. ચિંતન સચદે તથા મામલતદાર વિનોદભાઈ ગોકલાણી, શાંતિલાલ ગણાત્રા, મીત સચદે વિ. જ્ઞાતિજનો સહયોગી બન્યા હતા. - નખત્રાણા લોહાણા મહાજન : નખત્રાણાના ધર્મેશ કાન્તા કતીરા પાર્ટી પ્લોટ દરિયાસ્થાન મંદિર ખાતે મહાઆરતી તેમજ રામજન્મ પ્રસંગે રાસ ઉત્સવ મહિલા મંડળ દ્વારા નાના ભૂલકાઓએ રામ દરબાર વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો. નખત્રાણા લોહાણા મહાજન વાડી ખાતે મહાપ્રસાદ યોજાયો હતો. પ્રસંગે મહાપ્રસાદના દાતા ગં.સ્વ. અનસુયાબેન અમૃતલાલ પલણ પરિવાર અને ગં.સ્વ. પાર્વતીબેન દામજી પલણ વતી ભાવિન પલણનું મહાજન યુવક મંડળ, મહિલા મંડળ દ્વારા સન્માન કરાયું હતું.  આરતીમાં અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદે, ઉપપ્રમુખ હરેશભાઈ તન્ના, મહામંત્રી મહેન્દ્રભાઈ ગટ્ટા, દર્શન અનમ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા મંડળના પ્રમુખ મીરાબેન મજેઠીયા, આનંદીબેન પલણ, નીલમબેન પલણ, હીનાબેન ઠક્કર, ભાનુબેન આથા, રીનાબેન પલણ, અલ્પાબેન કોઠારી, કંચનબેન પલણ, સોનુબેન પલણ તથા સમગ્ર મહિલા મંડળની ટીમનો સહયોગ રહ્યો હતો. આયોજનમાં યુવક મંડળના પ્રમુખ જિજ્ઞેશ પલણ, મહામંત્રી કેવલ આથા, પ્રસન્ન ઠક્કર, દર્શનભાઈ ગટ્ટા, રાજદીપ મજેઠીયા, મિલન કારીયા તથા સમગ્ર યુવક મંડળની ટીમે સહયોગ આપ્યો હતે. લોહાણા મહાજનના રમેશભાઈ રાજદે, સંદીપ પલણ, મેહુલ દાવડા, પ્રાગજીભાઈ અનમ, જગદીશભાઈ પલણ, નીતિનભાઈ રાજદે, પરેશ બારૂ, પરેશભાઈ પલણ વગેરેએ સહયોગ આપ્યો હતો. દિનેશભાઈ જોશી મંદિરના પૂજારી રમેશભાઈ જોષીએ પૂજન વિધિ કરાવી હતી. સંચાલન નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ એલ. ઠક્કરે કર્યું હતું. - તેરા ખાતે રથયાત્રા નીકળી : અબડાસાના હેરિટેજ વિલેજ તેરા ખાતે રામજન્મ નિમિત્તે 51મી રથયાત્રા પારંપારિક રીત રામમંદિરથી નીકળી હતી. ભાનુશાલી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસંગે ગ્રામજનો, સમસ્ત વિષ્ણુ સમાજ ઉપસ્થિત રહ્યા હોવાનું પ્રફુલભાઇ જોશીએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang