• ગુરુવાર, 02 મે, 2024

મુંદરાનાં શાસ્ત્રી મેદાનમાં હજારો ભક્તોનો શ્રી રામનો જયઘોષ

મુંદરા, તા. 18 : વિશ્વ હિન્દુ પરિષદ મુંદરા નગર દ્વારા શહેરમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની શોભાયાત્રા ખૂબ ધામધૂમથી નીકળી હતી. તમામ સમાજ સંગઠનોને સાથે રાખી વિવિધ ઝાંખીઓનું આયોજન કરી 32થી પણ વધારે વિવિધ સમાજ દ્વારા ઝાંખી રજૂ કરવામાં આવી હતી. રસ્તાની વચ્ચે ઠંડાં-પીણાં -છાસ-પ્રસાદ-દૂધ-શરબત વગેરે  ભક્તો દ્વારા -સમાજ દ્વારા આપવામાં આવ્યા હતા. શોભાયાત્રા દરમ્યાન કોઈપણ જાતની ક્ષતિ રહે માટે દરેક પ્રાયોજક મિત્રોને વોકીટોકી આપવામાં આવી હતી જેના દ્વારા સતત મોનિટારિંગ થતું રહેતું હતું. શાત્રી મેદાનમાં 10,000 જેટલા લોકો મહાઆરતી-શોભાયાત્રામાં જોડાયા હતા અને તમામ લોકોએ ગ્રાઉન્ડમાં મહાઆરતી કરી હતી. મોબાઈલની ફ્લેશ  લાઈટ ચાલુ કરી ડિજિટલ  મહાઆરતી કરવામાં આવી હતી.ત્યારબાદ હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ઠંડાં પીણાં અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ મુંદરા નગરઅધ્યક્ષ નરેન્દ્ર સિંહ ઝાલા, મંત્રી ભાવેશ ઠક્કર, રણજિતાસિંહ જાડેજા, સુખદેવાસિંહ અસવાર, આકાશ વાડા, દલપતભાઈ મકવાણા, કેયૂર ગોસ્વામી, શક્તાસિંહ રાઠોડ, મયૂર ચાવડા, પૂર્વ કચ્છ જિલ્લામાંથી દિનેશભાઈ ડાંગર, હર્ષદભાઈ પરવાડિયા, ધવલભાઈ રાજગોર, કચ્છ વિભાગ અધ્યક્ષ સુરેશભાઈ ગુપ્તા, મહાવીર જોશી, ભાવેશભાઈ રાવલ, સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી દેવજીભાઈ મ્યાત્રાએ સભા સંબોધી હતી. ધર્મ જાગરણ વિભાગના જિલ્લા સંયોજક હિંમતાસિંહ સોઢા, નગરના અધ્યક્ષા રચનાબેન જોશી, પ્રાગપર પી. આઈ. હાર્દિકભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભોજરાજભાઈ ગઢવી, હેતલબેન ભટ્ટ, પૂજાબેન જોશી, ગોપાલભાઈ ગેલવા, હરેશભાઈ માલી, સૌમિલભાઈ દવએઁ કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી, જેમાં કાર્યક્રમનું સંચાલન રાજીવભાઈ ત્રિવેદીએ કર્યું હતું. મહાપ્રસાદની વિતરણ વ્યવસ્થા મુંદરા ખારવા સમાજના ભાઈઓ -બહેનોએ સંભાળી હતી. પી.આઇ. જે.વી. ધોળાનું માર્ગદર્શન મળ્યું હતું. પીજીવીસીએલ, પોલીસ સહિતના સરકારી તંત્રએ સહયોગ આપ્યો હતો. નોંધનીય છે કે, શોભાયાત્રા માટે એક મહિનાથી તૈયારી ચાલતી હતી. મુંદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં લોકો રામનવમી શોભાયાત્રામાં જોડાયા હતા. માત્ર ગુજરાત નહીં ઓરિસ્સા, કેરળ સહિતના સમાજોના રથ જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang