• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

વોટચોરી સામે લડત જારી રહેશે : ઈન્ડિ

નવી દિલ્હી, તા. 13 : ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર આરપારની લડાઈ છેડનાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે તેમના નિવાસસ્થાને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજના સભ્યોને ચા પર આમંત્રિત કર્યા હતા. જેમાં આંદોલનને આગળ ધપાવવાની રણનીતિ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીના 5, સુનહરી બાગ રોડ સ્થિત નિવાસસ્થાને હાજર રહેલા નેતાઓમાં રાજદના તેજસ્વી યાદવ અને મનોજ ઝા, મહુઆ માઝી (જેએમએમ), હરિન્દ્ર મલિક, આનંદ ભદૌરિયા અને મોહિબુલ્લાહ નદવી (સપા), એમ.એ. બેબી (સીપીઆઈ-એમ), ડી. રાજા અને પી. સંતોષ કુમાર (સીપીઆઈ), આઈસાનાં પ્રમુખ નેહા બોરા, દીપાંકર ભટ્ટાચાર્ય (સીપીઆઈ-એમએલ) અને મહુઆ મોઇત્રા (તૃણમૂલ કોંગ્રેસ) સામેલ હતાં. આ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સંસદીય પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધી ઉપરાંત, પક્ષના નેતાઓ કે.સી. વેણુગોપાલ, જયરામ રમેશ, શશી થરૂર અને પવન ખેડા પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે બધા અહીં એકસાથે ઊભા છીએ. અમારા વિરોધ પ્રદર્શનનો એક જ ઉદ્દેશ્ય છે, લોકતંત્રને બચાવવું.  વોટ ચોરી સામેની લડત જારી રહેશે. અમે એકજૂથ થઈને લડી રહ્યા છીએ. અમે દેશમાં લોકતંત્ર ફરી સ્થાપિત કરીશું. લોકતંત્રમાં પોતાના વિચારો વ્યક્ત કરવા માટે જંતર-મંતર એક માધ્યમ હતું, પરંતુ હવે સરકારે નક્કી કર્યું છે કે લોકશાહી ભાવનાઓ વ્યક્ત કરવા માટે જંતર-મંતરનો ઉપયોગ કરી શકાશે નહીં. અમે આ વિચારધારાને પડકારવાના છીએ. મિસ્ટર મોદી આના મુખ્ય સૂત્રધાર છે, જેનો અમલ મિસ્ટર અમિત શાહ કરાવે છે  મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, છેલ્લાં ચાર દિવસમાં ઈન્ડિયા ગઠબંધનની પહેલને મળેલી જબરદસ્ત સફળતા બધાએ જોઈ છે. રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ જનતાના મુદ્દાઓને ખૂબ ગંભીરતાથી અને પૂરી લગન સાથે ઉઠાવ્યા છે. દિલ્હીમાં આ પહેલીવાર યુવાનો અને નાગરિકો પોતાની પહેલ પર આટલી મોટી સંખ્યામાં એકસાથે આવ્યા છે. હવે દરેક વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મત ચોરી કરવાની કથિત યોજનાનો પર્દાફાશ કરવા તૈયાર છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd