• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

ડીએફટી મીલ થકી સુર્યા રોશનીના ઉત્પાદન એક લાખ મે.ટન વધશે

અંજાર, તા. 14 : સ્ટીલ પાઈપોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે અંજાર તાલુકાના ભુવડ ખાતે કાર્યરત સૂર્યા રોશની લિમિટેડના પ્લાન્ટમાં અદ્યતન ડીએફટી (ડાયરેક્ટ ફોર્મિંગ ટેકનોલોજી) મિલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સૂર્યા રોશની લિ.)ના ચેરમેન પદ્મશ્રી જયપ્રકાશ અગ્રવાલના દુરંદેશી વિઝનને ધ્યાને રાખીને ઉત્પાદન ક્ષમતા વધારવા અને અદ્યતન તકનીક અપનાવવાના ભાગરૂપે આ પહેલ હાથ ધરાઈ છે.દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સ્ટીલ પાઇપોની વધી રહેલી માંગને પહોંચી વળવા સુર્યા કંપની દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારવા માટેના સતત  પ્રયાસો કરાઈ રહ્યા છે.  ડી.એફટી મીલનું ઉદઘાટન  કંપનીની વિકાસ વ્યુહરચના  અને ભવિષ્યની જરૂરીયાત અનુરૂપ મહત્ત્વનું પગલું છે. આ અંતર્ગત  શરૂ કરાયેલી આ નવી આધુનિક ડીએફટી મિલથી કંપનીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતામાં એક લાખ મેટ્રિક ટનનો વધારો થશે. આ ટેકનોલોજીથી ઉત્પાદન પ્રક્રિયા વધુ કાર્યક્ષમ, લવચીક અને ગુણવત્તાયુક્ત બનશે. કંપનીની 50 વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ થવાના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પ્રતિષ્ઠિત ડિસ્ટ્રિબ્યુટર પાર્ટનર્સે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુંબઈથી બિલ્લુભાઈ (બાલી સ્ટીલ), નલિનભાઈ (ઝીલ ટ્યુબ્સ), નાસિકથી ચિરાગભાઈ (પી. રમનલાલ), અમદાવાદથી આસિતભાઈ (ટ્યુબ કોર્પોરેશન), ભરતભાઈ (દિનેશ એન્જિનિયારિંગ), નરેન્દ્રભાઈ (એન.કે. ટ્યુબ્સ), દીપકભાઈ (અમર સ્ટીલ) તેમજ મધ્યપ્રદેશથી સુરેશ ખંડેલવાલ, પંકજભાઈ અને ધર્મેન્દ્રભાઈ ઝવેરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૂર્યા રોશની લિમિટેડના સ્ટીલ ડિવિઝનના સીઈઓ ગૌરવ જૈન, અંજાર યુનિટના પ્લાન્ટ હેડ અમરેશ ચૌધરી, એક્સપોર્ટ ડિવિઝનના પ્રેસિડેન્ટ અરાવિંદ ગુપ્તા તથા ડોમેસ્ટિક ટ્રેડ માર્કાટિંગના પ્રેસિડેન્ટ કિશન શર્મા સહિત ઉચ્ચ વ્યવસ્થાપકો હાજર રહ્યા હતા અને આગામી વિકાસ યોજનાઓ અંગે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. -પાંચ દાયકામાં યોગદાન આપનારા ભાગીદારો પ્રત્યે આભાર વ્યકત કરાયો : અંજાર, તા. 14 : સુર્યા રોશની કંપની  પાંચ દાયકાની સફરના મહત્ત્વના પડાવ ઉપર છે. આ પાંચ દાયકાઓમાં કંપનીએ આગવી ઓળખ સ્થાપિત કરી છે.  આ કાર્યક્રમ માત્ર કંપનીની સિધ્ધીઓની ઉજવણી નહી પરંતુ  સુર્યા પરિવાર સાથે જોડાયેલા રહીને  કંપીની વિકાસ યાત્રામાં યોગદાન આપનાર ભાગીદારો પ્રત્યે આભાર વ્યકત કરવાની તક હતી. આ વેળાએ પાંચ દાયકાની પ્રગતિ, સિધ્ધીને યાદ કરી ભવિષ્યમૃં પણ પરસ્પર વિશ્વાસ, સહયોગ,અને ભાગીદારી સાથે આગળ વધારવાનો સંકલ્પ કાર્યક્રમ દરમ્યાન  વ્યકત કરાયો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd