• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

ICC વન-ડે રેન્કિંગમાં મંધાના નંબર વન

નવી દિલ્હી, તા.13 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી મહિલા વન-ડે બાટિંગ રેન્કિંગમાં ભારતની નવનિયુક્ત સુકાની સ્મૃતિ મંધાનાએ 790 રાટિંગ પોઇન્ટ્સ સાથે પોતાનું વિશ્વનું નંબર વન સ્થાન અકબંધ રાખ્યું છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ પેરી 650 પોઇન્ટ્સ સાથે ટોપ-10માં વાપસી કરતાં દસમા સ્થાને પહોંચી છે. ભારતીય ટીમની પૂર્વ સુકાની હરમનપ્રીત કૌર બાટિંગ ચાર્ટમાં નવમા સ્થાને યથાવત્ રહી છે.  વન-ડે બાલિંગ રેન્કિંગમાં ઓફ-સ્પિનર દીપ્તિ શર્મા એક સ્થાન સરકીને નવમા સ્થાને આવી ગઈ છે, જ્યારે વન-ડે ઓલરાઉન્ડર્સમાં તે છઠ્ઠો ક્રમાંક ધરાવે છે. વૈશ્વિક સ્તરે ભારતીય મહિલા ટીમ વન-ડે તેમજ ટી-20 બન્ને ફોર્મેટમાં ત્રીજાં સ્થાને  અડગ છે. ટી-20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતની વિસ્ફોટક ઓપનર શેફાલી વર્મા ચોથા, સ્મૃતિ મંધાના પાંચમા અને હરમનપ્રીત કૌર દસમા ક્રમે છે. ટી-20 બાલિંગ ચાર્ટમાં શ્રીચરણી અને દીપ્તિ શર્માએ ટોચનાં બે સ્થાન પર કબજો જમાવી ભારતનો દબદબો સાબિત કર્યો છે. આ ઉપરાંત ટી-20 ઓલરાઉન્ડર્સની ટોપ-10 યાદીમાં દીપ્તિ ચોથાં સ્થાને રહીને એકમાત્ર ભારતીય ખેલાડી તરીકે સ્થાન જાળવી શકી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd