• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

યુ.કે.નું ઇન્ડિયા ગાર્ડન માત્ર બિલ્ડિંગ નહીં, વારસાનું મજબૂત બંધન

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 14 : ઇન્ડિયા ગાર્ડન વન યર ટુ ગો..., રંગબેરંગી મંચ, ચોવીસ ગામ, સત્સંગ, સમાજ, પાઇપબેન્ડ, ધજા-પતાકાઓ, શિસ્ત, સંગઠન સેવા, 8 વર્ષથી 80 વય જૂથ, જેન-ઝીનો રંગ, ઉમંગ, સંગીત, નૃત્ય અને કચ્છી કણબીની અસ્મિતાનું અવગાહન, જૂની પેઢીનો પુરુષાર્થ, નવી પેઢીની ગતિ-પ્રગતિનો ચિતાર, પિઝા, બર્ગરની આધુનિકતા વચ્ચે રોટલો-શાક, શિરો, ખીચડીની સોડમ, હજારો હાથની વ્યંજન શાળા, ફોરતી કચ્છીયત, મહોરતી આશા, નારીશક્તિની તેજતરાર દૃષ્ટિ, દાનની વૃષ્ટિ આ દૃશ્યો છે રવિવારે લંડનના નોર્થ હોલ્ટમાં કચ્છ લેવા પટેલ કોમ્પ્યુનિટી યુ.કે.ના વાર્ષિક મેલા `ચોવીસ ગામ' ઉજમણીના કે જ્યાં હજારો હાથ તાડીમાં, સેંકડો હૈયાં ભવિષ્ય નિર્માણનો ધબકાર બન્યા હતા.  7000 કચ્છીઓ, આમંત્રિતો, બિઝનેસ પ્રદર્શન, સાંસ્કૃતિક ચેતનાનો અમર કુંભ આકર્ષણ બન્યા હતા. 255 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન `ઇન્ડિયા ગાર્ડન' ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકા વિમોચિત કરાઇ હતી. રવિ વરસાણી, વિનોદ ગાજપરિયાની નોંધ લેવાઇ હતી. સામત્રાથી માધાપર, કોડકીથી કેરા 30 કિ.મી.નો પટ્ટો છેક લંડન સુધી વિસ્તર્યો છે. ન માત્ર કચ્છી, પરંતુ સમગ્ર એશિયન સમુદાયમાં સૌથી મોટા સૌથી વિશિષ્ટ એવા ઇન્ડિયા ગાર્ડનની વિગતો ભીના સ્વરે આપતાં કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે.ના અધ્યક્ષ માવજીભાઇ ધનજી વેકરિયા (કેન્ફોર્ડ)એ કહ્યું, 85 ટકા કામ પૂરું થઇ ચૂકયું છે. અશક્ય લાગતા નિર્માણમાં બાકી રહેલા પાર્કિંગ, ઉદ્યાન, અંદરનું મિકેનિકલ કામ, પ્લમ્બરિંગ સહિત હવે પાંચ મિલિયન પાઉન્ડની ઘટ છે તે માટે દાન આપો, અત્યાર સુધી મજબૂત સાથ-સહયોગ આપનારને વંદન, 17 એકરના સંકુલમાં પાયા રોપણથી આજે નિર્માણના આખરી તબક્કે પહોંચેલું આ સંકુલ માત્ર બિલ્ડિંગ નથી, જૂની પેઢીએ નવી પેઢીને હસ્તરણાંતરિત કરેલા મજબૂત વારસાનું બંધન છે. ભાવવાહી શબ્દો સાર્થ કર્મઠ અધ્યક્ષ માવજીભાઇએ પડદા પાછળની `ડ્રાઇવિંગ ફોર્સ'ને બિરદાવ્યા હતા. ભુજ સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંતો પૈકી શાત્રી વિશ્વવલ્લભદાસજીએ કહ્યું, મહંત સ્વામીએ કહ્યું છે કે, દરેક હરિભક્તો સમાજ નિર્માણમાં દાનનું શ્રીફળ અર્પણ કરજો. સાથે કેશવપ્રિય સ્વામી, શ્રીજીનંદન સ્વામી, કૃષ્ણવલ્લભ શાત્રી, દેવાનંદ સ્વામીએ સમાજ અને સત્સંગ ભવિષ્ય નિર્માણના મહાકાર્યમાં એક છે, નેક છે. સંસ્થાના યુવા મંત્રી રવિભાઇ વરસાણીએ સૌને બિરદાવ્યા હતા. દાતાઓ, અગ્રણીઓ, કાર્યવાહક કમિટીએ 30-31 જુલાઇ અને 1 ઓગસ્ટ 2027ના ત્રિદિવસીય ઐતિહાસિક લોકાર્પણની પત્રિકા વિમોચિત કરી યુ.કે. સ્થિત મંદિરો, સમાજો સહયોગી સંસ્થાઓને અર્પણ કરી હતી. વિલ્સડન મંદિરે 51 હજાર પાઉન્ડનું દાન, પાંચ લાખની લોન જાહેર કરી હતી. એમના વતી વિશ્રામ ભુડિયા, રવિલાલ કારા, અવનિશ વેકરિયા, ઉમંગ જેસાણી હાજર રહ્યા હતા. પ્રમુખ કુંવરજીભાઈ વેકરિયાની નોંધ લેવાઈ હતી. કેન્ટન હેરોએ વિવિધ આયોજનો દ્વારા પહેલ કરવાની વાત કાનજીભાઈ કેરાઈએ, જ્યારે સુરેશ રાબડિયા, વિકિન કેરાઈ, હરીશ જેસાણી, દેવજી માયાણી, ધનજી હાલારિયા, વુલ્વીચ મંદિર વતી નીલેશ પિંડોરિયા, માવજી કેરાઈ, ધનજી ડુંગર, હરીશ હીરાણી, ઓલ્ધામથી મિતેશ વેકરિયા, બોલ્ટન જિતેન વેકરિયા, રાજુ આસાણી, સ્ટેનમોર લાલજી વેકરિયા, જાદવજીભાઈ, અબજીબાપા ટ્રસ્ટ નાનજી કેરાઈ, રામજી કેરાઈ, લાલજી વેકરિયા, ઘનશ્યામ ભોજાણી, હર્ષદ વેકરિયા, ગુરુકુળ પરિવારના ગોવિંદ પટેલ, રવજીભાઈ હીરાણી, બોલ્ટન સમાજના માવજી લીંબાણી, કાર્ડિફ સમાજ જીતુભાઈ હાલાઈ, કિરણ પિંડોરિયા સહિતનાને મંચ ઉપર આમંત્રણ પત્રિકા અપાઈ હતી. સંતો સાથે મંચ ઉપર સમગ્ર પ્રકલ્પના આધારસ્તંભ સામજીભાઈ શિવજી દબાસિયા (જેસામ), શશિકાંત કરશનદાસ વેકરિયા, દેવશીભઈ સ્ટેફિક્સ, પુરુષોત્તમ ગામી, પંકજભાઈ-વિજયભાઈ, એવરગ્લેડ રવજીભાઈ, જયેશભાઈ, કાંતિભાઈ, લખુભાઈ બર્નટોક સહિતના અગ્રીમ દાનવીરોની નોંધ લેવાઈ હતી. ભુજ મંદિરના ઠાકોરજીને ઉદ્ઘાટનની પત્રિકા અપાઈ હતી. સંતોએ હાર્દિક અપીલમાં સૂર પુરાવતાં યુ. કે.ના કચ્છીઓને કહ્યું, સમાજનું ઉદ્ઘાટન થાય ત્યારે સંસ્થા ઉપર કોઈ પણ પ્રકારનો ભાર ન રહેવો જોઈએ. નેપાળ રાહત ફંડમાં 1.18 લાખ પાઉન્ડની ચેરિટી માટે આભાર મનાયો તો બિઝનેસ ઓક્સિબિશન, ચોવીસીના ગામની રજૂઆત નિહાળવા પંડાલમાં પગ મૂકવાની જગ્યા બચી નહોતી. પ્રવાહ એટલો પ્રબળરૂપે સામાજિક સંગઠન, ઐકય અને મક્કમ ઈરાદાની શાખ પૂરતો હતો. સંસ્કાર, સંગઠન, ઉજ્જવળ ભવિષ્યનાં નિર્માણમાં રવિભાઈ વરસાણી, વિનોદભાઈ ગાજપરિયાના પડદા પાછળના પુરુષાર્થના વધામણા ખુદ પ્રમુખે કર્યા હતા. શક્તિરૂપેણ સંસ્થિતા રૂપે પ0 નારીશક્તિની જહેમતને, તો વિલ્સડન મંદિર પૂર્વ પ્રમુખ મનજી શિવજી હાલાઈ (સૂરજપર), ઓલ્ધામ દ્વારા ઈન્ડિયા ગાર્ડન પ્રોજેક્ટ માટે ચેરિટીવોક, માધાપર, સુખપર, કચ્છ સોશિયલ કલ્ચર, બળદિયા સર્વોદળ, કોડકીના સંગઠનોએ પોતાના ફંડમાંથી આપેલ સાથનો આભાર સહ ચોવીસે ચોવીસ ગામોએ દાન આપવા મંચ ઉપરથી અપીલ કરાઈ હતી. પ્રોજેક્ટ કિંમત 20 મિલિયન પાઉન્ડ છે તે પૈકી હવે પાંચ મિલિયન પાઉન્ડની ઘટ પૂરી કરવા આહ્વાન કરાયું હતું. - કણબી-કચ્છી મ્યુઝિયમ : અહીં પ્રોજેક્ટના એક ભાગમાં કાંબી, કડલા, વત્રો, પરિધાન, ઉપકરણો, જૂના જમાનાની વસ્તુઓ, પાઘ, ખેસ, કૃષિ સાધનો, રોજિંદી વપરાશની વસ્તુઓ, ચલણી નાણું, પત્રોચ્ચાર સહિતનું મ્યુઝિયમ કચ્છ કણબીના સંઘર્ષકાળની ઝાંખી કરાવશે, જેનું સંકલન કચ્છથી વસંત પટેલ કરી રહ્યા છે. પ્રારંભે વાંસળીવાદન અને નેલ્સન મંડેલા બુક અર્પણ કરાઇ હતી. સમગ્ર આયોજનને ભુજ મંદિર મહંત ધર્મનંદન સ્વામી, ઉપમહંત ભગવદ્જીવન સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાશ સ્વામી, ભુજ સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા, અધ્યક્ષ ગોપાલભાઇ માવજીભાઇ ગોરસિયા, હસુભાઇ પરિવાર,  નાઇરોબી, મોમ્બાસા, ઓસ્ટ્રેલિયા સહિતના મંદિરો-સમાજના પ્રમુખોએ સરાહનીય ગણાવી શુભેચ્છા આપી હતી. દાતા કાંતિભાઇ નારાણ મનજી કેરાઇ, મુરજીભાઇ પિંડોરિયા, યુવા સહયોગી નીતિનભાઇ કેરાઇ (ભારાસર), સ્થાનિક દાતાઓએ વધાવ્યું હતું. ભુજ મંદિરના કોઠારી રામજીભાઇ વેકરિયા, પૂર્વ કોઠારી મુરજીભાઇ સિયાણીએ સત્સંગ-સમાજના ઐક્યથી કણબીનું કોઇ કાર્ય અધૂરું નહીં રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી. કે. કે. બિલ્ડર્સ,  નાઇટલ કોન્સેપ્ટ, ઇલિંગ બોર્ડ ટિમ્બર, ટ્રીપલ સોલાર, આઇટેક સ્કયુરિટી, એઇટ ક્યુબ, પ્રાઇમ ગ્લેઝ અને વાક્રોફટ જેવી કચ્છી કંપનીઓએ ભૌતિક સહયોગ આપ્યો હોવાની નોંધ પ્રમુખપદે લેવાઇ હતી. - ટીમ સમાજ ઐતિહાસિક પુરુષાર્થ... : પ્રોજેક્ટ અધ્યક્ષ માવજીભાઇ વેકરિયા, વિનોદ ગાજપરિયા, રવિભાઇ વરસાણી, જયેશ હીરાણી, ચંદુભાઇ વરસાણી, હરીશ હાલાઇ, ગોવિંદ ગામી, પ્રકાશ હાલાઇ, પ્રેમજી વરસાણી, કે. કે. જેસાણી (સલાહકાર), અરવિંદ આસાણી, જીતુભાઇ હાલાઇ, દેવજી વેકરિયા, લક્ષ્મણ ભંડેરી, સચિન મેઘાણી સહિત ગામ કમિટી અને સભ્યોનો ઐતિહાસિક પુરુષાર્થ છે. લક્ષ્મણભાઇ હરજી ભંડેરી, દેવજી સામજી વેકરિયા કાર્યને પથપ્રદર્શિત કરી રહ્યા છે. આઇજી કમિટી, સમાજની મુખ્ય કાર્યવાહ કમિટીના તમામ સભ્યોની મોટી મહેનત લેખે લાગી હોવાની લાગણી વ્યકત થઇ હતી. ભુજ સ્વામિનારાયણ મંદિર, વિલ્સડન મંદિર, અબજી બાપા છતરડી અને હનુમાનજી ટ્રસ્ટ, ગુરુકુળ પરિવાર યુ.કે., કિંગ્સબરી બાપાશ્રી મંદિર અને કચ્છ સોશિયલ અને કલ્ચર જેવી સંસ્થાઓએ પોતાના ફંડમાંથી દાન સહયોગ આપી ઐતિહાસિક પુરુષાર્થને સમર્થન આપ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd