દહીંસરા, તા. 14 : ગરબાઓની જૂની સંસ્કૃતિ-મર્યાદાઓ
જળવાઇ રહે તે હેતુથી અંજાર તાલુકાના મોટી નાગલપર ગામે કચ્છ ગુર્જર ક્ષત્રિય મહિલા મંડળ
દ્વારા પૌરાણિક ગરબા શણગાર ર્સ્પધા યોજાઇ હતી. પ્રમુખ કોકિલાબેન વરૂ, મંત્રી અનિતાબેન રાઠોડ નાગલપર મહિલા મંડળનો
સહયોગ મળ્યો હતો. તમામ સ્પર્ધાએ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મકતાનું પ્રદર્શન કર્યું
હતં. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે બંસિબેન તથા નમ્રતાબેને સેવા આપી હતી. વિચેતા પ્રથમ
નંબરમાં આશાપુરા કુળદેવી કચ્છની કલાકૃતિ સાથે રિયાબેન ચાવડા મેદાન માર્યું હતું. દ્વિતિય
નંબરમાં ચોટિલાવાળા ચામુંડા ગરબામાં વિદ્યાબેન રાઠોડ નામે તૃતિય નંબર નવ સ્વરૂપ માતાજી
ભક્તિબેન ચૌહાણ રહ્યા હતા. સ્પર્ધકોને ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. આશ્વાસન
ઇનામો પણ અપાયા હતા. આપણા ભારતદેશની જુની સંસ્કૃતિ-મર્યાદાઓ જળવાઇ રહે બહેનોને આવતી
પેઢીને પ્રેરણા મળે તે હેતુસર આયોજન કરાયું હોવાનું નાગલપર ઘટક પ્રમુખ ભગવાનજીભાઇ રાઠોડે
જણાવ્યું હતું.