• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

એસઆઇઆરના વિવાદો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા

નવી દિલ્હી, તા. 14 (વિશેષ પ્રતિનિધિ તરફથી) : દેશના રાજકારણાં બુધવારે ચૂંટણી પારદર્શકતા, લોકતાંત્રિક અધિકારી અને કાયદો વ્યવસ્થા સાથે સંકળાયેલા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા. મતદાર યાદીના વિશેષ પુન:નિરિક્ષણ (એસઆઇઆર) ને લઈને વિપક્ષ અને ચૂંટણી પંચ વચ્ચેનો વિવાદ કાયદાકીય મોરચા સુધી પહોંચી ગયો છે. - એસઆઇઆર પર વિપક્ષની અરજી : મતદાર યાદીના વિશેષ પુનનિરીક્ષણ (એસઆઈઆર) સામે વિપક્ષનો વિરોધ યથાવત છે. કોંગ્રેસ સહિત  ઇન્ડિ ગઠબંધનના નેતાઓએ ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ અને મતદાર યાદીમાં ફેરફારોને લઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક સાધ્યો છે. આવતીકાલે સુનાવણીની શક્યતા છે. બીજીતરફ જંતરમંતરને પ્રદર્શન સ્થળમાંથી બાકાત કરવાને લઇને પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ છે, તો દિલ્હીમાં એસઆઇઆર સામેની અરજીઓ માટે સુપ્રીમ કોર્ટે 28 ઓક્ટોબરે સુનાવણી નિયત કરી છે. વિપક્ષની મુખ્ય ચિંતા એ છે કે વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ યોગ્ય મતદારનું નામ યાદીમાંથી બાકાત ન થવું જોઈએ. વિપક્ષી પક્ષોએ પુનરીક્ષણમાં પારદર્શિતા, નામ હટાવવાના આધાર અને પ્રભાવિત મતદારોની ફરિયાદોના નિવારણની વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ, ચૂંટણી પંચની પ્રક્રિયાને સમર્થન આપતાં પક્ષોનું કહેવું છે કે નિષ્પક્ષ ચૂંટણી માટે મતદાર યાદીને અદ્યતન રાખવી અનિવાર્ય છે. મૃતક વ્યક્તિઓ, બેવડી એન્ટ્રીઓ અને સ્થળાંતર કરી ગયેલા મતદારો સંબંધિત રેકોર્ડની ચકાસણી પણ  આ પ્રક્રિયાનો ભાગ છે. પ્રદર્શનો દરમિયાન પોલીસ કાર્યવાહી, અટકાયત અને પત્રકારો સાથે થયેલી કથિત ગેરવર્તણૂકને લઈને કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી 15 અૉક્ટોબર સુધી મોકૂફ રાખી છે. કોર્ટે મહિલા પત્રકારો અને અન્ય લોકો દ્વારા લગાવવામાં આવેલા કથિત ગેરવર્તન બાબતે દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીની ઉપસ્થિતિ પણ માંગી છે. આ દરમિયાન સીજેપી સાથે જોડાયેલા સૌરવ દાસ અને આશુતોષ રોકાને જંતર-મંતર ખાતેથી અટકાયતમાં લેવામાં આવ્યાના અહેવાલ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd