• શનિવાર, 27 જુલાઈ, 2024

કારીગરોને ગેરંટી વિના 3 લાખની લોન

નવી દિલ્હી, તા. 17 :  દેશને પોતાના જન્મદિવસે `યશો ભૂમિ' ભેટ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં હાજર લોકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, `આજે વિશ્વકર્મા જયંતિનો ખાસ દિવસ પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને સમર્પિત છે. ઘણા વિશ્વકર્મા ભાઈઓ અને બહેનો સાથે વાત કરવાને કારણે કાર્યક્રમ માટે મોડા પડ્યા છીએ. વિશ્વકર્મા યોજના એ હાથના કૌશલ્ય, સાધનો અને હાથથી કામ કરનારા લોકો માટે આશાનાં નવા કિરણ તરીકે આવી રહી છે. આ યોજના સાથે આજે દેશને આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કેન્દ્ર યશો ભૂમિ પણ મળ્યું છે. અહીં જે પ્રકાર નવ કામ કરવામાં આવ્યું છે તેમાં વિશ્વકર્મા ભાઈઓ અને બહેનોની તપસ્યા દર્શાવે છે. યશો ભૂમિ દેશના દરેક શ્રમિકોને સમર્પિત છે. વડાપ્રધાને મોદીએ કહ્યું કે, વિશ્વકર્મા યોજના ભારતના સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. જે રીતે શરીરમાં કરોડરજ્જુ હોય છે, તેવી જ રીતે વિશ્વકર્મા સાથીદારો સમાજ જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમના વિના રાજિંદા જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. ફ્રીઝના સમયગાળામાં પણ લોકોને ઘડામાંથી પાણી ગમે છે. સમયની જરૂરિયાત એ છે કે આ સાથીઓને ઓળખ અને સમર્થન મળવું જોઈએ. વિશ્વકર્મા યોજના દ્વારા તમામ સહયોગીઓને તાલીમ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તાલીમ દરમિયાન, સરકાર દ્વારા દરેક ભાગ લેનારને દરરોજ 500 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે. આધુનિક ટૂલકિટ માટે રૂા. 15,000 આપવામાં આવશે. સરકાર સામાનના બ્રાન્ડિગમાં પણ મદદ કરશે. બદલામાં, સરકાર ઈચ્છે છે કે તમે માત્ર જીએસટી રજિસ્ટર્ડ હોય તેવી દુકાનોમાંથી જ સામાન ખરીદો. આ સાધનો ફક્ત ભારતમાં જ બનવા જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે સરકાર કોઈ ગેરંટી માંગ્યા વગર બિઝનેસ શરૂ કરવા માટે પૈસા આપશે. 3 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરેંટી માંગ્યા વિના આપવામાં આવશે. નવા ટૂલ્સ ખરીદવા પર, તમને પહેલીવાર 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. તેની ચૂકવણી કર્યા બાદ 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang